અરે, આતો સ્પશૅ
મળ્યો મને મારા જ આત્માનો.......
પ્રભુ તમારા જ સંગાથથી,
પ્રકાશ મળ્યો મને મારા જ આત્માનો......
બંધનો-વળગણો ક્યાં હતા જ,એતો અમથો મુખોટો હતો, વંચિત કરતો મને મુજથી
મન, હ્રદય, પ્રાણ અને શરીરને સ્વસ્થ સ્વાસ્થ્ય આપી......
પ્રભુ
તમારા સ્પર્શે જ,
ઊદ્ઘાટિત કર્યો મારા જ આત્માને.....
આ સ્વરુપ!, આ અસ્તિત્વ!, આ જીવતર!, આ જન્મ!
આને વિહ્વળતા કહું કે આનંદ કે પછી કૃપા........
પ્રભુ
તમે તો,
ઉદ્ધાર કરી દીધો મારા જ આત્માનો......
‘મોરલી’ શરણે તમને, નમે તમને, વંદે તમને કે તમે તો
તમ હાજરીથી ભરી દીધો મારા જ આત્માને....
પ્રભુ, તમે તો,
ધન્ય કરી દીધો મારા જ આત્માને......
-
મોરલી પંડ્યા
ડિસેમ્બર ૨૨, ૨૦૧૩