પ્રભુ સાંભળ્યુ હતુ કે તમે કણ કણ માં છો....
કયાં ખબર હતી કે તમારો જ આ શ્વાસ છે અને
તમારો જ આ મુકરર પ્રવાસ છે.....
કયાં ખબર હતી કે આ શરીરસ્વરુપ છે ત્યાં સુધી આ જ સમજાતો અભ્યાસ
છે અને એજ તો સમજનો સહુથી મોટો વિલાસ છે......
કયાં ખબર હતી કે વ્યક્તિતાથી વિલીનીકરણનો
આ જ તો ઈતિહાસ છે અને હું - મારું - મુજ - નો આજ તો પચીદો ઉપહાસ છે.......
તમે જાણો અને તમે જ પામો, મારો તો બસ આમ જ જીવ્યે
જવાનો અને
માણસ બની ટકી રહેવાનો સતત પ્રયાસ છે.....
પ્રભુ, સમજાયું હવે કે તમે જ કણ - ક્ષણ - જણ માં છો
અને
છતાંય આભાસની પેલે પાર વસતા માણસ હૄદયનો અતૂટ વિશ્વાસ છો.......
મારા સાથી, માણું હવે તમ સંગાથ ક્ષણે ક્ષણે પળે પળે કે
જ્યાંથી વહે પ્રેમ અને શાંતિની સુવાસ બધે.....
‘મોરલી’ નમે તમને, વંદે તમને, શ્વસે તમથી....
હે પ્રભુ.....પ્રભુ.....પ્રભુ.......
-
મોરલી પંડ્યા
નવેમ્બર ૧૦, ૨૦૧૩
No comments:
Post a Comment