Wednesday, 26 August 2020

ઉચ્ચતમ આયામ...



નવીન શરૂઆતનાં એંધાણ
ને શબ્દવિહીન સ્ફુરણમાં પ્રયાણ

વાકનો ઉચ્ચતમ આયામ
પરા થકી ઉતારે પરાત્પર સિદ્ધાંત

ન વ્યક્તવ્ય ન આલેખ ન ભાવ
ન શબ્દસ્થ ગુંથન ન ગદ્યાપદ્ય પ્રાસ

અણિશુદ્ધ નિ:શબ્દતામાં વહાવ
અદ્રશ્યોમાં પહોંચવાં ઊંડે અપાર

તરંગો એહનાં ને એહનાં ઉદ્-ગાર
બસ! આ માધ્યમ થકી નીરવ વિસ્તાર

શબ્દસ્વરૂપ હવે ધરશે પરા પ્રકાર
નીરવમાં વૃદ્ધિ ને નીરવતામાં રજૂઆત

આરંભ અદકેરો પ્રતિ નવ નિર્માણ...
પ્રભો, તવ નિદર્શન પ્રતિ અહીંથી તૈયાર.

ઓગસ્ટ ૨૦૨૦


Flower Name: Passiflora Incarnata X cincinnata 'Incense'

Passion flower

Significance: Silence

The ideal condition for progress.

Tuesday, 25 August 2020

શીખી લે ઓ માણસ!



અપૂર્ણતાઓ પણ પૂર્ણતાની ગતિ
એહ જોશે. એ એહની રીતિ

અર્પણમાં મૂકવી રહે પ્રત્યેક સ્થિતી
સ્વયંમાં ભાળી જ્યાં જેવી

સકળ વિશ્વ ને સમસ્ત ને સમષ્ટિ
ગતિમાન, અદ્રશ્ય ચાલ મહીં

સામાન્ય બુદ્ધિ ન સમજે ગતિ જરી
મથામણ કરે ભલે ગમે તેટલી

સ્વીકાર ને સન્માન મોકલવાં ભરીભરી
ઇન્દ્રિયોને ટપારી, વાળી, કેળવી

મહામૂલી એ કેળવણી તા ઉમ્ર ધરી
શીખી લે ઓ માણસ! આ જીવન કડી...

પ્રભો...

ઓગસ્ટ ૨૦૨૦


Flower Name: Plumeria obtusa

Frangipani, Temple tree, Nosegay, West Indian jasmine, Pagoda tree

Significance: Integral Psychological Perfection

One of the conditions indispensable for transformation.

Sunday, 23 August 2020

Nothing can escape...


Everything is in Harmony 
and nothing can escape
Even the turns are the same 
Just that it’s seen twisted

There is no Otherwise 
and no Not harmonized
Everything in a flow by Love 
and the Love that moderates 

The same Power drives 
and the same operates
In every molecule, 
the rule is a full proof, the same

Any form clustered unclustered, 
Harmony underneath certain 
Just It has decided, thereby, 
to experience something else

Fundamental nature of 
Harmony is erect and firm stand
The current is evident, 
tangible and igniting Divine asset...

ૐ...ૐ...ૐ...

August 2020


Flower Name: Antigonon leptopus

Coral vine, Confederate vine, Mexican creeper, Chain of love

Significance: Integral Harmony

Harmony between things, harmony between persons, harmony of circumstances and, above all, harmony of aspirations — all leading towards the Supreme Truth.

Saturday, 22 August 2020

ઉચ્ચતર શક્યતાઓ...



શું નથી જ્યાં નાવીન્ય ન આવી શકે
નવતર નવસ્તર નવરીતને વણી શકે

અદ્-ભૂત આ પ્રવર્તમાન! પ્રવર્તી શકે
અવતરવા ઉત્સુક જરૂર અવતરી શકે

દિવ્યસત્ય દર વિષયવસ્તુ વણી શકે
સાતત્યભર્યો દિવ્યઅંશ ધરી ભરી શકે

સામંજસ્યમાં અનન્યરીતે દીપ્ત હોઈ શકે
ને સર્વેમાં ઉચ્ચતર શક્યતાઓ ઘટી શકે

દિવ્યચેતનાને આહવાન! ને કૌશલ્ય ઉતરી શકે
વાણી વિચાર વર્તનઅમલ સઘળું સંભવી શકે...

પ્રભો...

ઓગસ્ટ ૨૦૨૦


Flower Name: Phlox drummondii

Annual phlox, Drummond phlox

Significance: Radiating Skill in Work

When the instruments of work (hands, eyes etc.) become conscious and the attention is controlled, the capacity for work seems to be limitless. 

Friday, 21 August 2020

જોડાક્ષરથી વધીને...



આદરીએ એક પ્રમાણિક પ્રયાસ
ચાલો, સ્પર્શીએ એ શબ્દ મર્માર્થ
નથી પૃથ્વી પર કોઈ વંચિત બાકાત
સર્વે જાણે એ ભાવસંબંધનો પક્ષપાત

એક નાનાં અમથાં શબ્દનું માહાત્મ્ય
જોડકાંમાં જોડાઈ બનતો શબ્દાર્થ
‘મિત્ર’ શબ્દમાં જડ્યો જોડતો સંગાથ
જોડાક્ષરથી વધીને નીકળતો સ્નેહાર્દ

બે પક્ષ અકબંધ અનન્ય! ફક્ત જોડાણ
સમાંતર વ્યક્તિત્વો પણ જરા ખબરદાર
એકમેક પરત્વે વિશ્લેષક ભરી દરકાર
મળતું જેને એ જાણે મૂળ ભાવ હેતાળ

બિનશરતી ને નિરપેક્ષ હંમેશ યાતાયાત
ન એકેય તરફ ભેળસેળ. ફક્ત નિ:સ્વાર્થ
ન સમયબાધ કે ન બાંધતો સમય વિરામ
દર મુલાકાત ભરે સહજમાં જોમ ઉત્સાહ

અહોભાગ્ય! જો અરસપરસ ને બે ધાર
જે માણી શકે, માનો જડી જીવન ધરતી નાડ
બહૂમૂલાં એ સંબંધો જેમાં મિત્રભાવની છાંટ
જાળવવાં આદર સહિત હ્રદયે જડી આરપાર...

ધન્યી ‘મોરલી’ને,
પ્રત્યેક ‘મિત્ર’ દેતો સંબંધ, વંદનપાત્ર...

ઓગસ્ટ ૯, ૨૦૨૦


Flower Name: Canna indica

Indian-shot, Queensland, Arrowroot, Achira

Significance: Supramental Friendship with the Divine

Luminous and light, always smiling.

 

* Published in REFLECTIONS SSVP - 

E MAGAZINE AUGUST 2020

Thursday, 20 August 2020

‘એહ’મય સર્વાર્થ...


સર્વેને સન્માન સર્વેમાં ઝળકે પરમશ્રી માત
હજો સકળનાં ઉત્કર્ષ ઉદ્-ઘટન ને ઉદ્ધાર

આ માત રૂપેથી માત રૂપઅરૂપને નમસ્કાર
સર્વકંઈ - સૃષ્ટિ સમષ્ટિ સંવૃદ્ધિ નિર્માણ

ઉજ્જવળ દીપ્તબિંદુઓ વરસે અનરાધાર
મ્હાલે મહેરામણ જીવ સજીવ અનંતકાળ

દર કણ ઉદ્ધાટિત હો ને જ્યોતમય ઝળકાટ
કણ સમૂહો ને કણ ધારક સર્વે કાજ દિવ્યાર્થ

અદ્-ભૂત આ દર કણ ક્ષણ ‘એહ’મય સર્વાર્થ
આવિર્ભાવ હજો, અતુલ્ય અપ્રતિમ! શેષ જે જે પ્રયાણ...

પ્રભો...

ઓગસ્ટ ૨૦૨૦


Flower Name: Cordia sebestena

Geiger tree

Significance: Adoration

Manifold, smiling, regular, it offers itself tirelessly.

Tuesday, 18 August 2020

નહીં તો હોત જીવંત...


ભૂતકાળની બીક ન બતાવ
એ હતો એટલે નથી અત્યાર
નહીં તો હોત જીવંત વર્તમાન

વીત્યો ને બન્યો અતિત જાણ
યાદોમાંય જીવવો શાને કાજ
જરૂર હોત તો હોત બની આજ

છેડો છોડાવો રહે રહી સભાન
ઘૂસતાં ચક્કરો લાવતાં સાથોસાથ
અગત્યનાં અસંમતિ ને પધરાવ

અન્યોનાંમાં ન હામી ન શિષ્ટાચાર
જે વાત ન જાણી ‘માં ક્યાં પ્રતિભાવ
પેંસતા આવર્તનો આમ જ ક્યાંક

સઘળું પહોંચાય જો ડર ન સવાર
બીકથી જ મળે વિપરીતને સ્થાન
બધાયમાં જાણવો પરમ અંશ સાર

ન ભય ન ડર ન બીક ન એ તણો ગરકાવ!

પ્રભો...

ઓગસ્ટ ૨૦૨૦


Flower Name: Zinnia elegans

Common zinnia, Youth-and-old-age

Significance: Courageous Endurance

Strong and energetic, never complains.

Monday, 17 August 2020

હતું જ નહીં... આ પહેલાં પૂર્વાર્ધ...

 


ક્યાં કશું રહ્યું છે જ કંઈ ખાસ કે સાવ
કે જેમાં કહી શકું કે વ્યક્તિત્વની છાપ

પ્રાણની ઈચ્છા કહો કે મનનાં વિચાર
શરીર થકી કાજ કે બુદ્ધિનાં વાના હજાર

બધું ઓગળ્યું ને છતાંય સ્થિર સ્થાપ
એમનું એમ જ ને છતાંય નવ નિર્માણ

છેક ઊંડો મૂળરૂપ મૂળમાં બદલાવ
સઘળું સદંતર જાણે તાજી ઉઘડી સવાર

અપૂર્વ બંધારણ ગોઠવણ ને સંવિધાન
જાણે હતું જ નહીં અન્ય આ પહેલાં પૂર્વાર્ધ

નવેસર વ્યવસ્થા પરમસંકલ્પને આધાર
નવ બાળ નવ જીવન ને પક્વ સ્થાયી ઉદ્ધાર...

પ્રભો...

ઓગસ્ટ ૨૦૨૦


Flower Name: Hibiscus syriacus

Rose of Sharon, Althaea, Shrub althaea

Significance: Will one with the Divine Will

The condition that triumphs over all obstacles.

Sunday, 16 August 2020

સ્વર્ણ પદાર્પણ સ્થાપિત!



એ ચણતર તવ દીધું ને ભીંતો તવ તણી
ખૂંણે ખાંચરે ફરતી હવા તવ હાજરી ભરી

આવ્યું છે અહીં એ સ્થાન આવકાર ધરી 
તવ તણું વાતાવરણ ને ભરી ભરી સંનિધિ

વૃદ્ધિમાં વધશે તવ રીતે ગતિસ્થિતીસમૃદ્ધિ
ને મધ્યે સહજ સાલસ સરળ સમ દ્રષ્ટિવૃત્તિ

એક એક વસનાર હશે તવ તણાં જન્મે અહીં
ધરી રહેશે તુજ ભાવ ભાન ધાન ધ્યાન દીપ્તિ

વહેળો હશે તવ મૂક્યો ને તવ મોકલ્યાં અતિથિ
સઘળું તવ મુજબનું ને તવ કેન્દ્રેથી ફળશ્રુતિ

અહો! અદ્-ભૂત રહો એ સ્થાન ને સંલગ્ન ભૂમિ
તવ સ્વર્ણ પદાર્પણ સ્થાપિત! 
એ પદ્મચરણોમાં આ સકળ અહીંથી રહું સમર્પી...

પ્રભો...

ઓગસ્ટ ૨૦૨૦


Flower Name: Couroupita guianensis

Cannolball tree

Significance: Unselfish Prosperity

He who receives it abundantly gives all that he has as he receives it. 


Saturday, 15 August 2020

એ આ નિવાસ છે.


સુણી લે...

જો, એક એલાન છે
મા પરમશ્રીનું સામ્રાજ્ય છે
ન ડર ન સંગ્રામ છે
ન ચુનૌતી ન ચણચણાટ છે

એક અફર વિશ્વાસ છે
પરમેથી શ્રતિમય અવાજ છે
ન ભેળસેળ ન ભાવાર્થ છે
ન સાહિત્યિક ન શણગાર છે

એક હાજરી સુપાચ્ય છે
અનુભૂતિ તીવ્ર જડબેસલાક છે
ન વણદેખી ન વિસ્મૃત છે
ન પરવશ, નિર્માલ્ય ન મૃતપ્રાય છે

અનર્ગળ કૃપા તાબેદાર છે
પરમની મુક્ત સક્રિય લ્હાણ છે 
પ્રવેશ સાથે સહજમાં અસરદાર છે
ભૂમિને સ્પર્શમાત્ર ને જોડાણ વણમાગ્ય છે...

પ્રભો વસે જ્યાં એ આ નિવાસ છે.

ઓગસ્ટ ૨૦૨૦
 


Flower Name: Tradescantia pallida Setcreasea pallida

Significance: The Vital Governed by the Presence

The vital force made peaceful and disciplined by the Divine presence.

Friday, 14 August 2020

તું જ ‘તું’ની જાણ તું...


પાન તું ને પવન તું ને સમીર લહેર તું
બીજ તું ને વૃક્ષ તું ને ફૂટ અંકુરણ તું

હિલ્લોળ તું ને તરંગ તું ભરતીઓટ તું
મહા સાગર તું ને સરિતા મિલાપ તું

અડીખમ ચોટીલા પર્વત ડુંગરાળ તું
ખડક તું ઓરેહઅવરોહ ને વિસ્તાર તું

સરકતી રેત તું, ઢગ તું ને રેગિસ્તાન તું 
મૃગજળ તું ને તરસ તું ને ભ્રમભાંગ તું

કુદરત તું ને સમજ તું ને સમજાવનાર તું
માણતી દ્રષ્ટિ તું આનંદ તું ને જતાવનાર તું

તું સર્વ ને સર્વે તું, તું જ ‘તું’ની જાણ તું
પ્રભો...તું જ ...તું જ ...તું...

ઓગસ્ટ ૨૦૨૦


Flower Name: Brownea coccinea

Scarlet flame bean

Significance: Divine Love Governing the World

A beautiful and happy world for which we all aspire.

Thursday, 13 August 2020

ને છતાં હજી રહે ગુંજાશ...



અવતરણે વીંટળાતું વાતાવરણ માંહ્યે ને આસપાસ
શુભ્ર અખંડ ધોધ પ્રવાહ ને સ્વચ્છ તાજું સમગ્ર શાંત

સ્નાન સમ સતત અભિષેક અવિરત ધવલ એકધાર
કણ કણમાં રોપણ પ્રજ્વળન અંકુરણ ને ઉદ્-ઘાટ 

પલટાતું પ્રભાવતું પ્રસરતું પ્રાગટ્ય! પ્રમુખનું પ્રાવાધાન
ભૌતિક બૌદ્ધિક કે અન્ય ને પ્રત્યેક સંદર્ભે સાક્ષાત

બસ! એકાગ્રતામાં સંધાન, ફક્ત ક્ષણિક! ને તૈયાર
વહી રહે જે તે તરફ જ્યાં દિવ્ય ઉઘાડને અવકાશ

ક્યાં કશુંય બાકી પછી! પ્રત્યેક ને સઘળું આચ્છાદ
સર્વે ઉઘાડમાં, ઉઘાડમય ને છતાં હજી રહે ગુંજાશ...

પ્રભો...

ઓગસ્ટ ૨૦૨૦


Flower Name: Calendula officinalis

Ruddles, Common marigold, Scotch marigold, Pot marigold

Significance: Perseverance

The decision to go to the very end.

Wednesday, 12 August 2020

સદંતર નવીન પ્રદેશ ભણી...

 

ન આવડત ન હુન્નર ન અનુભવ ન ટૂંકસાર
ન બુદ્ધિ પાસે સામગ્રી ન મનને ટેવ વિચાર
ન કળ ન કેળવણી ન સંદર્ભમાં અભિપ્રાય
સદંતર નવીન પ્રદેશ ભણી દોરે જીવનસુકાન

નિશ્ચિત ત્યાં ભારોભાર નવસ્તરનો અવકાશ
તૈયાર પ્રતિ પદાર્પણ ને અભૂતપૂર્વ જીર્ણોદ્ધાર 
દિવ્યચેતના ને જો પોકાર તો જાણે ચમત્કાર 
માનો, સઘળું જરૂરી ઓઢતું યોગ્ય ચિતાર

ઉતરી આવતાં કૌશલ્યો કરણો ને પરિણામ
દ્રષ્ટિ સ્થિતિ રીતિ વીધિ ધરે નવ પોશાક 
આવશ્યકતા અનુસાર ધરે રૂપ ને બદલાવ
લચીલું સઘળું જેટલું સમર્પિત જેટલું ગ્રાહ્ય

આરોહણ અવતરણ ને પ્રાગટ્ય નિર્બાધ
પળે પળે બસ! એ જ ગ્રહણ-અમલ નિષ્ઠાચાર...

પ્રભો...

ઓગસ્ટ ૨૦૨૦


Flower Name: Dianthus caryophyllus

Carnation, Clove pink

Significance: Collaboration

Always ready to help and knows how to do it.