Sunday, 16 August 2020

સ્વર્ણ પદાર્પણ સ્થાપિત!



એ ચણતર તવ દીધું ને ભીંતો તવ તણી
ખૂંણે ખાંચરે ફરતી હવા તવ હાજરી ભરી

આવ્યું છે અહીં એ સ્થાન આવકાર ધરી 
તવ તણું વાતાવરણ ને ભરી ભરી સંનિધિ

વૃદ્ધિમાં વધશે તવ રીતે ગતિસ્થિતીસમૃદ્ધિ
ને મધ્યે સહજ સાલસ સરળ સમ દ્રષ્ટિવૃત્તિ

એક એક વસનાર હશે તવ તણાં જન્મે અહીં
ધરી રહેશે તુજ ભાવ ભાન ધાન ધ્યાન દીપ્તિ

વહેળો હશે તવ મૂક્યો ને તવ મોકલ્યાં અતિથિ
સઘળું તવ મુજબનું ને તવ કેન્દ્રેથી ફળશ્રુતિ

અહો! અદ્-ભૂત રહો એ સ્થાન ને સંલગ્ન ભૂમિ
તવ સ્વર્ણ પદાર્પણ સ્થાપિત! 
એ પદ્મચરણોમાં આ સકળ અહીંથી રહું સમર્પી...

પ્રભો...

ઓગસ્ટ ૨૦૨૦


Flower Name: Couroupita guianensis

Cannolball tree

Significance: Unselfish Prosperity

He who receives it abundantly gives all that he has as he receives it. 


No comments:

Post a Comment