Friday, 21 August 2020

જોડાક્ષરથી વધીને...



આદરીએ એક પ્રમાણિક પ્રયાસ
ચાલો, સ્પર્શીએ એ શબ્દ મર્માર્થ
નથી પૃથ્વી પર કોઈ વંચિત બાકાત
સર્વે જાણે એ ભાવસંબંધનો પક્ષપાત

એક નાનાં અમથાં શબ્દનું માહાત્મ્ય
જોડકાંમાં જોડાઈ બનતો શબ્દાર્થ
‘મિત્ર’ શબ્દમાં જડ્યો જોડતો સંગાથ
જોડાક્ષરથી વધીને નીકળતો સ્નેહાર્દ

બે પક્ષ અકબંધ અનન્ય! ફક્ત જોડાણ
સમાંતર વ્યક્તિત્વો પણ જરા ખબરદાર
એકમેક પરત્વે વિશ્લેષક ભરી દરકાર
મળતું જેને એ જાણે મૂળ ભાવ હેતાળ

બિનશરતી ને નિરપેક્ષ હંમેશ યાતાયાત
ન એકેય તરફ ભેળસેળ. ફક્ત નિ:સ્વાર્થ
ન સમયબાધ કે ન બાંધતો સમય વિરામ
દર મુલાકાત ભરે સહજમાં જોમ ઉત્સાહ

અહોભાગ્ય! જો અરસપરસ ને બે ધાર
જે માણી શકે, માનો જડી જીવન ધરતી નાડ
બહૂમૂલાં એ સંબંધો જેમાં મિત્રભાવની છાંટ
જાળવવાં આદર સહિત હ્રદયે જડી આરપાર...

ધન્યી ‘મોરલી’ને,
પ્રત્યેક ‘મિત્ર’ દેતો સંબંધ, વંદનપાત્ર...

ઓગસ્ટ ૯, ૨૦૨૦


Flower Name: Canna indica

Indian-shot, Queensland, Arrowroot, Achira

Significance: Supramental Friendship with the Divine

Luminous and light, always smiling.

 

* Published in REFLECTIONS SSVP - 

E MAGAZINE AUGUST 2020

No comments:

Post a Comment