જતન કરજે... ને કરજે ખુદથી જ ખુદની જાળવણી
દુન્યવી સંદર્ભમાં ભલે ન બેસતી એ તણી પ્રવૃત્તિ
મહત્વકાંક્ષા થોડી ઊણી ને પરિણામે દેખાતી ટૂંકી
કહેવાતી સફળતાથી બે ડગલાં છેટી! વાંધો નહીં
મોજશોખની સરખામણીમાં દેખાય હજી ખૂટતી
ને રાચરચીલે વૈભવ વિલાસે ઓછી! વાંધો નહીં
‘વ્યવહાર’નાં વ્યવહારમાં રહેવાની સતત દેખાદેખી
ને એ સકંજાની ફસવણી અવગણી! વાંધો નહીં
રૂખ તો આવતા જતા ને પ્રવર્તમાન રહે કંઈ ને કંઈ
પ્રત્યેક કે અમુક ન જચ્યાં કોઠે વળગી! વાંધો નહીં
જવા દે...જવા દે... સપ્રેમ જતું ને રહેતું જે સાથે રાખી
ભીતરથી સ્ફૂરતી ધાર આધારી તો થશે “ચાર ચાંદ જડી”!
પ્રભો...
ઓગસ્ટ ૨૦૨૦
Flower Name: Chlorophytum comosum ‘Vittatum’
Spider plant, Spider ivy, Ribbon plant
Significance: Care
To be careful in what one does.
No comments:
Post a Comment