સુણી લે...
જો, એક એલાન છે
મા પરમશ્રીનું સામ્રાજ્ય છે
ન ડર ન સંગ્રામ છે
ન ચુનૌતી ન ચણચણાટ છે
એક અફર વિશ્વાસ છે
પરમેથી શ્રતિમય અવાજ છે
ન ભેળસેળ ન ભાવાર્થ છે
ન સાહિત્યિક ન શણગાર છે
એક હાજરી સુપાચ્ય છે
અનુભૂતિ તીવ્ર જડબેસલાક છે
ન વણદેખી ન વિસ્મૃત છે
ન પરવશ, નિર્માલ્ય ન મૃતપ્રાય છે
અનર્ગળ કૃપા તાબેદાર છે
પરમની મુક્ત સક્રિય લ્હાણ છે
પ્રવેશ સાથે સહજમાં અસરદાર છે
ભૂમિને સ્પર્શમાત્ર ને જોડાણ વણમાગ્ય છે...
પ્રભો વસે જ્યાં એ આ નિવાસ છે.
ઓગસ્ટ ૨૦૨૦
Flower Name: Tradescantia pallida Setcreasea pallida
Significance: The Vital Governed by the Presence
The vital force made peaceful and disciplined by the Divine presence.
No comments:
Post a Comment