હે હિન્દુસ્તાન!
તવ ભૂમિ પર જન્મેલ એક મહર્ષિની અરજ
હતી સદી પૂર્વે કે હિન્દ રહો સદૈવ એક અમર
શ્રીકૃષ્ણે એ સપુત અરવિંદને દીધી’તી વાણીદિવ્ય
એમ હિન્દને મૂળ વિસ્તાર ને વિચાર ભેટ કર
પડોશીઓ બની વૈમનસ્યે પ્રવૃત્ત પ્રખર
વેરાયેલ વિખૂટા ટુકડાઓને એકસાથ કર...
સદીઓથી ઓશિયાળાં એ થકી વિરહ
તવ શક્તિનાં સથવારે પુન:પ્રસ્થાપિત કર
સામર્થ્ય તવ માતૃત્વમાં જનકત્વમાં અચળ
સમેટી લે તવ વક્ષ પર, પોષણથી સમૃદ્ધ કર
આ સ્વાતંત્ર્યદિને એ નેમની નેમપૂર્તિ કર
અખંડ માત હિન્દને પુન: ગઠિત કર
ખરોખરો ઉજવાશે પછી જન્મદિવસ પર્વ
હિન્દ ને અરવિંદનો ભવાનીભારતી ભૂમિ પર.
ને ગર્વાન્વિત હશે દર હિન્દુસ્તાની પળપળ ...
ઓગસ્ટ ૨૦૧૯
No comments:
Post a Comment