Wednesday, 21 August 2019

ધરતી ઓઢે ચાદર લીલી ...




જોજનો લીલોતરી! ધરતી ઓઢે ચાદર લીલી
સંગે મબલખ તાજગી હરિયાળી ભીનીભીની

રંગ લીલો પીળો ને જાંબલી દીસે સપ્ત સમેટી
વૃક્ષ, છોડવાં કે વેલડી હરિત ચોમેર રળિયામણી

કૂંપળ મ્હોર ને ફૂટ નવી સજાવે એકએક ડાળખી
હવામાં મૂકે હળવી કૂણી સોડમ નવજાત સરીખી

મખમલી એ પોત ઓઢી ગગનને ઈર્ષાવે ભૂમિ
જાણે પાનખરે રિસાય! કોરી થઈ સંકેલે પછેડી

ધરા ખરી ખીલે લીલીછમ થઈ હરીભરી તાજી
પ્રકૃતિ જાણે સોળેકળાએ મયુરસમ થનગનતી...

ખરી પ્રભુ તવ કુદરત મોજીલી...

જય હો!

ઓગસ્ટ ૨૦૧


Flower Name: Trifolium
Clover, Trefoil
Significance: Kindness of Nature
She is kind when she is loving.


No comments:

Post a Comment