Monday, 5 August 2019

દિવ્ય...સર્વત્રે મૌજુદ ...


દેશ વેષ ભાષા બદલાય
પણ દિવ્ય ચૈતન્ય સમગ્રે પ્રસ્તુત
બદલાય વાણી ચિંતન વાત
પણ દિવ્યની ધાર સર્વત્રે મૌજુદ

સ્થાન માટી સત્સંગ બદલાય
પણ દિવ્ય તૃષા અવિરત જાગૃત 
બદલાય ભાન ભજન ધ્યાન
પણ દિવ્ય તિતિક્ષુ સદાય અતૃપ્ત 

પ્રવૃત્તિ વૃત્તિ આવૃત્તિ બદલાય
પણ દિવ્ય સરવાણી સતત ફળદ્રુપ 
બદલાય કર્તવ્ય કાર્ય કાજ
પણ નિરંતર સમર્પણ દિવ્યને આમૂલ...

ને દિવ્ય અવતરણ સદા ઝંકૃત...

જય હો પ્રભો...

ઓગસ્ટ ૨૦૧


Flower Name: Rhoeo spathacea
Oyster plant, Boat lily, Cradle lily, Moses in his cradle
Significance: Divine Presence
It hides from the ignorant eye its ever-present magnificence!

No comments:

Post a Comment