Tuesday, 4 September 2018

The Divine design!


Right now! 
At the best place and 
towards the best proceeding 
Best that has happened and 
the best is yet to reveal.

From the best of circumstances,
culmination of the best niche
With the best of combinations, 
the best is synced.

With the best of synchronicity, 
the best is received
Assimilated to the best, 
for the best delivery.

The best space that is spared 
for the best of learnings
The Divine design! the best is born 
from the best that IS...

Love this entirety...

Thank you...

'Morli'
September, 2018


Flower Name: Petunia Xhybrida
Petunia
Significance: Cheerful Enthusiasm in the Most Material Vital
The most material vital will find its joy in enthusiastic action when it is governed by the Supermind.

Monday, 3 September 2018

એક જ લયધાર...


લયસ્તરોનું નિર્માણ સર્વે
સાંગોપાંગ ને સામંજ્યસે
બ્રહ્માંડ સમસ્ત સાયુજ્યમયે
એક જ લયધાર સંચાર સમગ્રે...

લયસ્તરો જ સર્જે ને વિરમે
લયથી જ લયો આવિષ્કારે
લયનું શાસન, લય નિપજે
અવિરત નિશ્ચિત અનુગ્રહે...

લયસ્તરોમાંથી છે જન્મે 
નવીન લયસ્તરો નિર્માવે
લયમાં લય રહી શ્વસી રહે
એ મનુષ્યજીવન દિપી ઊઠે...

પ્રભુ વચન! આભાર...


'મોરલી'
સપ્ટેમ્બર, ૨૦૧૮


Flower Name: Hymenocallis
Spider lily, Crown beauty, Sea daffodil, Basket flower
Significance: Alchemy
Supple and plastic, ready to take any form whatever.

Sunday, 2 September 2018

Let's celebrate today ...



O Krishna! What a marvel is your grand gift!
Let's celebrated today at your birth anniversary...

No one before could receive your footprints
The way you have descended upon Sri Aurobindo indeed.

The human, you lived and living through us each
That synthesis you blessed and made to receive.

Through them, tried certified and left testimonies
In debt is the race for centuries to practice.

Freedom that the integral yoga gives
Unmatchable to the liberation of a part any…

All elemental and the thought schools every
Amalgamated here, for the progressive peak...

Not limited to physical, vital or mind only
Scaled, scanned, sealed spirit paths for respective...

To see the birth of the spirit that soul inherits, inhabits
Your birthday blesses all with the birth of That aspiring...

Jay Shri Krishna...

'Morli'

September, 2018



પૂર્વે પ્રકાશિત ઊજવણી અંશો …

Today is an auspicious day.
Supreme Energy in triplets!
United the three, the selves!
Krishna, Aurobindo, India independent!

The Souls of Supreme highest
Anniversaries the world celebrates
Omnipresent, Divine-descendant
And spiritual soul-soil of Earth Mother...

The Power, the Light renewed again
The Globe witnesses the fresh rays
Be open and receive with folded hands
Downpours the Utmost abundant in subtle...

'Morli' bows to The Divine Designates!

Thank you...


શ્રીકૃષ્ણ!

યોગાનુયોગ દીધો બ્રહ્માંડને આજ દિન થકી
તિથી - તારીખ - તવારીખ સંયોગ માણે સમસ્ત સાક્ષી...

તું, તવ અવતાર ને મુક્ત ભારત ઊજવણી
શ્રીકૃષ્ણની જ અસ્તિત્વ-અવતાર-ભૂમિ જન્મજયંતી...

યુગોથી ઉજવાતી પરમેશ્વર અષ્ટમી જન્મતિથિ
શ્રીકૃષ્ણ બક્ષે હૈયે હૈયે પરમોચ્ચ કૃષ્ણ સ્થાયી સ્થિતિ...

દિવ્યપૂર્ણતા દેહધારી શ્રીઅરવિંદ જન્મતિથિ
શ્રીકૃષ્ણ બક્ષે એ થકી, ભાવિ ભવો તણી સુવર્ણ દિવ્યવિધી...

આધ્યાત્મભિમુખ, ત્રિરંગી સ્વતંત્ર માભોમ જન્મતિથિ
શ્રીકૃષ્ણ બક્ષે માતૃભૂમિને વૃદ્ધિ, પ્રજ્ઞી,  રિદ્ધિ, સિદ્ધિ, સમૃદ્ધિ...

અદ્ભૂત સમન્વય પરમતત્ત્વ, અંશ ને સ્થાન ત્રિભેટી
શત શત નમન ઓ સુયોગ! સહભાગી અહોભાગી 'મોરલી'...

સાદર...

*ઓગસ્ટ, ૨૦૧૭

મલકતો આવે શ્યામ!
મારે આયખાને ખોળે રમવા,
આજ અષ્ટમી પધારે શ્યામ,
મલકતો આવે શ્યામ...

મધુરો લાગે શ્યામ!
મારે આંગણે ને પારણે ઝૂલવા,
સંગ અષ્ટમી મનાવે શ્યામ,
મલકતો આવે શ્યામ...

વરસતો આવે  શ્યામ!
મારે હેતને હિંડોળે મ્હાલવા,
બની અષ્ટમી પ્રસાદ શ્યામ,
મલકતો આવે શ્યામ...

ધન્ય જીવાડે શ્યામ!
ઊંડે આતમ 'મોરલી' વસવા,
અષ્ટમી બહાને શ્યામ,
મલકતો આવે શ્યામ...

ગોકુળાષ્ટમી...
જન્માષ્ટમી...
આઠમ...

શ્રીકૃષ્ણનાં નવેસરથી આગમનનો દિવસ. ઊજવણી જરૂર કૃષ્ણ જન્મની પણ અંદર કશું નવેસરથી જીવવાનો અવસર.

બધા જન્મોત્સવો અને ઊત્સવો તો છે, પુનઃનોંધણી અને તે દ્વારા અંતરમાં સચવાયેલ પરમરાગને નિતજીવનમાં ગાતો કરવો....

માનવસહજ છે પુનરાવર્તન! ફરીને ફરી કરવાનું આવે તો બધું અનુકૂળ લાગે, આપણી ઘરેડે પેઢીઓમાં જોયું હોય, સ્વીકાર્યું હોય એટલે વગર પશ્ને અને અપવાદે એમાં ગોઠવાઈ જવાતું હોય.

કૃષ્ણચેતના...વિશ્વો અને બ્રહ્માંડો સમાવતી!
કંઈક જૂજ , વિરલાઓ ઈતિહાસે આપણને ઓળખાવ્યાં છે જે એને ધારણ કરી શક્યાં છે. દ્વારા બક્ષતાં આનંદ, પ્રેમ, શાંતિ, પ્રકાશ માટે જે ઊચ્ચકોટિનાં આધારની યોગ્યતા જોઈએ પહોંચવા હજી સામાન્ય માનવજાતે સર્વાંગી વિકાસની કૂચ ચાલુ રાખવાની છે. ફક્ત મનોમય અને પ્રાણમય તત્વોની પ્રગતિ નહીં પણ છેક શારીરકચેતના દ્વારા કોષોને અભિમુખ કરવાનાં છે.

બાળસ્વરૂપ, પારણે ઝૂલતાં ક્હાને પા પા પગલી ભરીને પૂર્ણપુરૂષોત્તમ સ્વરૂપ ધરી, માનવજાતને પ્રગતિશીલ ઊત્ક્રાન્તિને રસ્તે મૂકી દીધી છે.

મઝાની વાત છે કે આખીય પ્રક્રિયા માટે કૃષ્ણચેતના પોતેજ કાર્યરત છે, માર્ગદર્શક છે, વ્યવસ્થાપક છે, ઊદ્દિપક છે અને જરૂરી પ્રમાણ પણ છે.

ગીતાનાં પુરૂષોત્તમે પોતે ગીતાને અતિક્રમી જવાનું બીડું ઝડપ્યું છે, અલબત્ત પંથે...
સમજ અને આચરણ સાથે પણ એક નવા અંત તરફ...
વધુ ગાઢ, ઢોસ, આરોહણ-અવતરણને વરેલા, દિવ્ય માનવનાં પદાર્પણ તરફ...

શ્રીકૃષ્ણને મીઠી યાદ સાથે,
"
જય કન્હૈયા લાલ કી...

* ઓગસ્ટ, ૨૦૧૬



શ્રીકૃષ્ણઅષ્ટમી ઊજવણી આવી!
તારું સ્વાગત, પારણું ઝુલાવી.
આવો માધવ હવે, લાલજી બની,
મારો પૃથ્વી પર એક આંટો ફરી!

ઊભરાઈ ધરા તારી લીલા ધરી,
ગોવર્ધન ઊપાડો જરા રક્ષક બની!
મનઘડંત ઘોંઘાટ ખોવે સત્યવાણી!
મધુર રેલાવો પાછી સૂર વાંસળી!

વિષ વિષને જીતે પરિસ્થિતી!
ભ્રષ્ટસર્પને નાથો ક્હાન, ફરી!
ભસ્મિભૂત કરો સર્વ તત્વો અસૂરી,
નેસ્તનાબૂદ, સુદર્શનચક્ર ઘૂમાવી!

વર્ષે વર્ષે જન્મ ધરો કૃષ્ણશ્રી!
ભોમને ભરો તારાં સત્વથી.
સ્વીકારો માધવ કહેણ જરી!
તવ ચેતના ધરવા સજ્જ છે સૃષ્ટિ!

શ્રીકૃષ્ણ કનૈયાલાલ ની જય...

'
મોરલી' વંદન પ્રભુ...

* સપ્ટેમ્બર ૪, ૨૦૧૫




ગોવિંદ, માધવ, વાસુદેવ, કાનુડો, હરિ,
શ્રીકૃષ્ણ, પ્રભુ વિષ્ણુ, સર્વસ્વ!
તમ રૂપો સંગે નામ વિવિધ

લીધાં સર્વે અવતાર, યુગે યુગે વિભિન્ન,
કૃષ્ણલીલા અદ્વિતીય, મનુષ્ય-ધર્મ કાજે,
સદીઓથી પ્રચલિત

રુક્ષ્મણી, રાધા, ગોપી, મીરાં -
દરેક સંબંધ, પ્રેમ-ભક્તિ અતિરિક્ત,
વ્રજ, ગોકુળ, મથુરા, દ્વારકા -
દરેક ધરતી તમથી પાવન-પુણ્યશીલ

ભક્તિ જે ધરે, બાળ, શ્રીનાથ કે
પુરુષોત્તમ કેરી,સાચી, ચોખ્ખી,
તેં માન્યો જેને સુદામો, એના ભવોભવ
મજબૂત,ભરપૂર ને સુનિશ્ચિત

હે પ્રભુ! હે શ્રીકૃષ્ણ! તમ પારણું
આજ ઝુલાવે વિશ્વ, ‘મોરલીપ્રફુલ્લિત!
ને સ્વીકારો પ્રસાદ અષ્ટમીનો - પંચાજીરી,
પંચામૃત, સંગે મુજ પ્રેમ સમર્પિત

* ઓગસ્ટ ૧૬, ૨૦૧૪

Saturday, 1 September 2018

સમર્પણનો માર્ગ કર્મઠ...


સમર્પણનો માર્ગ કર્મઠ.
સૈદ્ધાંતિક, એકાગ્ર, અડગ!

એકોએક પસાર, પ્રસાર અર્પણ.
સતત, સરળ, બિનઆયોજન!

સક્રિય આંતરિક વિશ્વ.
એષણાવિહીન નીરવ ગ્રાહ્ય!

બાહ્ય- સંચાર, પરિબળો, સંપર્ક... 
એકોએક સ્વયંભૂ ઉત્સર્ગ. ઉત્સવ!

સંચાલક બ્રહ્માંડ સમગ્ર.
સૃષ્ટિ તુષ્ટિ કૃતિ સમષ્ટિ સર્જક!

એ દિવ્ય ચરણેથી વહે વિનિમય... 
યોગ્ય ઉચિત સંતુલિત આદેશજન્ય.

પ્રણામ માતૃચરણે...

'મોરલી'
સપ્ટેમ્બર, ૨૦૧૮


"The work itself is at first determined by the best light we cancommand in our ignorance. It is that which we conceive as the thing that should be don e. And whether it be shaped by our sense of duty , by our feeling for our fellow-creatures, by our idea of what is for the good of others or the good of the world or by the direction of one whom we accept as a human Master. wiser than ourselves and for us the representative of that Lord of all works in whom we believe but whom we do not yet know, the principle is the same.

The essential of the sacrifice of works must be there and the essential is the surrender of all desire for the fruit of our works. the renunciation of all attachment to the result for which yet we labour. For so long as we work with attachment to the result, the sacrifice is offered not to the Divine, but to our ego. We may think otherwise, but we are deceiving ourselves; we are making our idea of the Divine, our sense of duty, our feeling for our fellow-creatures, our idea of what is good for the world or others, even our obedience to the Master a mask for our egoistic satisfactions and preferences and a specious shield against the demand made on us to root all desire out of our nature."
* The Synthesis of Yoga, pp. 209-10


"To walk through life armoured against all fear, peril and disaster, only two things are needed, two that go always together the Grace of the Divine Mother and on your side an inner state made up of faith, sincerity and surrender."
* SABCL, Vol. 25, The Mother, p. 9

Flower Name: Rosa
Rose
Significance: Loving Surrender
A state that can be obtained by surrendering to the Divine.