Monday, 20 July 2020

ધ્યાન રાખ! પ્રતિભાવો ...



ધ્યાન રાખ!

પ્રતિભાવો બનતાં જોડાણ
છૂટતો છૂપો સંકેત કે કર્યું સ્વીકાર
દીધું ધ્યાન ને ગણ્યું અસર પાત્ર

સંક્રમણ ઘટના પ્રશ્ર્ન કે વાદ
બિનજરુરી! તો થવા દેવાં પસાર
વિના નોંધ જોશ પ્રતિક્રિયા વિવાદ

અંદર જ રાખો તો પણ પ્રમાણ
ઉગ્યાં એટલે પકડાવાનાં, ખબરદાર!
પહોંચતાં વિના પ્રયત્ન ને જાણ બહાર

ડર ક્રોધ આવેગ વિરોધ કે ઉશ્કેરાટ
ધબકાર શ્વાસોચ્છ્વાસ ગતિ અનાયાસ
શાંત સ્વસ્થ સમત્વમાં રાખી જાણ.

બેધ્યાન વણનોંધ બેદરકાર બેપરવાહ
હોય ક્યારેક અસરકારક ઈલાજ
બસ! મોંહ ફેરવી કરતાં રહેવું કામ...

અવધિ પતશે ને ઉકલશે આપોઆપ...

પ્રભો...

જૂલાઈ ૨૦૨૦


Flower Name: Ipomoea tricolor

Morning glory

Significance: Artistic sensitivity

A powerful aid in fighting ugliness.

Sunday, 19 July 2020

નિમિત્ત ન દેવું ...



કશું નથી જે રાહ જોતું 
ઘડતું કે દરકાર કરતું
ભાવિ માટે જોડતું રળતું 
ચેતનાનું એ આગવું પાસું

શ્રદ્ધા સ્વભાવનું એ સાચું 
ન ‘થશે...થશે’નું ગાણું
કે ‘હશે, જે થાય તે’ પુરાણું 
પણ સદંતર અર્પિત ન અધૂરું

નથી જાણે કશુંય આગળનું 
ન વિષય ન વાત ન જાણવું
ન ઇચ્છા ન વિચાર ન ભરણું 
એમાંનું જ કંઈક કારણ બનતું

નિમિત્ત ન દેવું વિરોધ જગવતું 
અનેકો રુપે વિશ્વ સુક્ષ્મેય વસતું
ગૂઢ આંદોલનો અદ્રશ્યમાં પકડતું 
ન આમંત્રણ ન ઘડતર ન કશું! 

ફક્ત અખંડ શાંત નીરવમાં રહેવું જડાયેલું...

પ્રભુ...

જૂલાઈ ૨૦૨૦


Flower Name: Hibiscus rosa-sinensis

Chinese hibiscus, Hawaiian hibiscus, Rose-of-China

Significance: Power in Service of the Future

Without haste, but sure of its success.

Saturday, 18 July 2020

અપવાદ શક્ય નથી.



હજો લેજો વિદાય તમો
જે રુપો પરમસ્વરુપો નથી
શક્તિ નામથી જણાયાં તમો
પણ સ્વયં માતપરમનાં પ્રમાણ નથી

અહીં સઘળું સામ્રાજ્ય ગણો
મા - શ્રી પરમ સિવાય કંઈ નથી
વસી પ્રયત્ને રહેશો હજી તમો 
તો પલટાવ કે વિલોમ! અન્ય કંઈ નથી

વાતાવરણ સર્વત્ર સમર્પિત. ગ્રહો!
નહીં તો બચ્યો કોઈ વિકલ્પ નથી
અરસપરસ આદાનપ્રદાનમાં ચૈત્યપુષ્પો
મહેક પરમની ને આ પરમઉપવનમાં અપવાદ શક્ય નથી.

પ્રભો...

જૂલાઈ ૨૦૨૦


Flower Name: Codiaeum variegatum

Croton

Significance:  Power to Reject Adverse Suggestions 

The power that comes from conscious union with the Divine. 

Friday, 17 July 2020

ને કહ્યું હતું તથાસ્તુ!



તુજ દીધો આદેશ, મા - શ્રી!

“જા, ધર જન્મ સંસારમાં ને ઘડ મઢી પરમસેતુ
જા, એક એકમાં પામ પરમ! જીવ જાત કે જંતુ

નહીં મળે ભાગવું કે પલાયન પહેરી ભગવું
સમસ્ત અકળ રાજકાજ મધ્યે માણ પરમ શરણું

સંસારમાં ઉછરી કેળવ શરીર મતિ પ્રાણ મનડું
સમજ પ્રત્યેક કે ક્યાં કાચું ઊંણું અધૂરું નબળું

મૂક સશક્ત બાંધણી ને મજબૂત અડીખમ માહ્યલું
ખમી ચાલે જે અવતરતાં નિર્દેશો ને દે યોગ્ય પારખું

હું ધરીશ નિવાસ એ દેહે ને બસ, બની રહેજે શિશુ
સમસ્ત મધ્યે સમસ્ત પામી સમસ્ત પ્રસારતું અભીપ્સુ...”

ને કહ્યું હતું તથાસ્તુ.

પ્રભો...

જૂલાઈ ૨૦૨૦


Flower Name: Scabiosa atropurpurea

Mournful widow, Sweet scabius. Pincushion flower, Egyptian rose

Significance: Blessings 

Pure and innumerable, manifesting themselves infinitely. 

Thursday, 16 July 2020

ચૈત્યાત્માની સવારી ...



આ તો ચૈત્યાત્માની સવારી
અદ્રશ્યેથી તાદ્રશ્યની વારી
સંપૂર્ણરીતે લખાયેલ કહાણી
બનતી આ જીવજીવને લ્હાણી

એહનાં સંકલ્પ એહની બારીકી
મૂકતાં દેહજીવને યોગ્ય તૈયારી
સંસાધનો પણ સમર્પિત સાથી
સંગઠિત એક! માણે બલિહારી 

એક એક ક્ષણો ઉદ્-ભવતી
કે પછી ઘટનાઓ સાવ અજાણી
પણ એક જ સંદર્ભમાં ખીલતી
ચૈત્યે ઘડ્યાં ઉદ્યાનમહીં ખીલી ખીલી

જુદાં જ સ્તર ઊંડાણ ઉડાન ભરી
દર ઘટિતમાં વૃદ્ધિ દર શક્ય જરૂરી
સર કરતી વહે અહીં તહીં આગવી
ધન્ય આ સફર... ધન્ય એહની ગતિ...

પ્રભો...

જૂલાઈ ૨૦૨૦


Flower Name: Hibiscus rosa-sinensis

Chinese hibiscus, Hawaiian hibiscus, Rose- of-China

Significance: Power of the Psychic Consciousness

Psychic power organises the activities of the nature to make them progress.

Wednesday, 15 July 2020

જડબેસલાક જ્યાં ...


જડબેસલાક જ્યાં તાળાં હશે
દિવાલસમ ચણેલાં વાંધા હશે
એક એક જમીનદોસ્ત નેસ્તનાબૂદ થશે

ઘડી મનોખાઈ ને ગરકાવ હશે
છીછરાં ખાબોચિયે મદમસ્ત હશે
એક એક સમથળ ને ખળખળ થશે

પાંખ વગર ઉછીની ઉડાન હશે
તરંગોનો ખોખલો વ્યાપાર હશે
એક એક  સ્થાપિત ને સ્વાસ્થ્યી થશે

અણસમજમાં ચકરાવ હશે
કુબુદ્ધિનાં સંયોજિત ઠેકેદાર હશે
એક એક સ્વસ્થ ને સત્યનાં પહેરેદાર થશે...

પ્રભો... તવ અવકાશ...અસીમ આનંદે...

જૂલાઈ ૨૦૨૦


Flower Name: Gaillardia pulchella

Indian blanket, Blanket flower, Fire-wheels

Significance: Successful Future

Full of promise and joyful surprises.



Tuesday, 14 July 2020

કાળ ભવને કહેતો રહે ...



વહેતો રહે વહેતો રહે
કાળ ભવને કહેતો રહે
મૂકતો રહીશ સર્વાંશ અહીં
દર એક સફરે ભીતરથી જીવી

દર સમયનો વહેળ હશે
દર જન્મનો અલગ સમય હશે
મૂકતો જઈશ કર્તવ્યે અહીં
એ જ પૂર્ણતાની અભીપ્સા થકી

તું ઉત્ક્રાંતે નવનીત હશે
નવીન પ્રકારે રીત દેશે
મૂકતો રહીશ દિવ્યપ્રીત જડી
માંગ પ્રમાણે પણ પરમસ્થિત રહી

તું કરજે તારું કામ જે તે
હું(?) કરીશ મુજભાગનું મળશે જે જે
વહીશ પ્રસારી આતમપાંખ આગવી
ભરી પરમઉદ્દેશ ને શીખ દ્રષ્ટિવૃત્તિ

ને જો જે દીપી ખીલી ઉઠશે 
સમગ્ર સાંકળી ઉત્તરોત્તર ક્રમે
દર એક મહીં ને ભવ બાંધણી થકી
સુંદર મંગળ સાયુજ્ય ભર સમૃદ્ધિ...

પ્રભો...

જૂલાઈ ૨૦૨૦


Flower Name: Ocimum americanum [Ocimum canum]

Holy basil

Significance: Conquering Fervour

An ardour which fears no obstacles.

Monday, 13 July 2020

એક સજગ ગરણી...



આત્માનું જ્યાં રાજકાજ
ને ધરે રખેવાળી સભાન
ઇન્દ્રિયો પર પણ નિશાન
ન ઠાલવી શકે બિનજવાબદાર

જાગૃતચેતનાનો એક ભાગ
એક સજગ ગરણીનું કરે કામ
દર ઈન્દ્રિયનોંધ બને બારીકતપાસ
યોગ્ય જ પ્રવેશ ધરી સ્થપાય

જે જે હોય ભીતરને અંતરાય
ત્યાં જ નેસ્તનાબૂદ ને ખલાસ
ઇન્દ્રિયોને પણ સમજ જાય
કેળવણીમય બની રહે પડાવ

કૃપાચેતના જ ઉપાડે આ કાર્ય
મહાન આગવું ને તદ્દન અનિવાર્ય
સંવેદનશીલ ને છતાં સંયમી દાબ
ન એલફેલ ન અયોગ્ય પથરાવ

પાંચેય ગ્રહણશીલ હથિયાર
મય સમત્વ અનુકંપા ને સદ્-ભાવ 
ઝીલે મૂકે પલટે ફક્ત પરમ પ્રમાણ
વરે ચૈત્યચેતનાને જે પ્રમુખસ્થાન...

પ્રભો...તવ સંવિધાન...

જૂલાઈ ૨૦૨૦


Flower Name: Clitoria ternatea

Blue pea, Blue vine, Butterfly pea. Mussel-shell creeper, Pigeon wings

Significance: Purified Senses

Can only be obtained by total surrender to the Truth.

Sunday, 12 July 2020

ન ભૂલીશ...



ન ભૂલીશ...

કે આ પરમમાતનું વિશ્વ સકળ ને સામ્રાજ્ય
કણે કણ ને રુંવે રુંવે એહનો અંતહે વિશ્રામ

પાકો સીધો સરળ કડક કાચો આડો માર્ગ
પકડ કોઈપણ! અંતે એક જ ગંતવ્યસ્થાન

અજમાવ સાહસ ધીરજ સ્ખલન કે નિર્વાણ
અર્પણ સમર્પણ પૂર્ણ થયે જ પૂર્ણ પાર

આધાર બનતો જાય યોગ્ય પ્રતિ શક્તિપાત
ને સંપૂર્ણ ઝીલાય. વગર વ્યય કે બરબાદ

એમ એમ ઉતરે એક એક થવાં અંગિકાર
ને હળવે હળવે પરમતત્વો ભીતરે જડાય 

દર એકમાંથી પરમ ઉપાડે શીખમય સાર
મહીં જડે મન મતિ પ્રાણ શરીર જે જેનું કામ

વ્યક્તિ ભલેને ધરે વાંકીચૂંકી સીધી ચાલ
પરમચેતનાને તો બાળસમ! ઊંચકી ફેરવે ભાન

અખૂટ ધૈર્ય સમત્વ માતૃત્વ કારુણ્ય દાન
કરતી રહે સાથસાથ પ્રતિ એક ને અન્યોને પ્રદાન...

પ્રભો...

જૂલાઈ ૨૦૨૦


Flower Name: Hibiscus rosa-sinensis

Chinese hibiscus, Hawaiian hibiscus, Rose- of-China

Significance: Supramental Consciousness

Gloriously awake and powerful. Luminous, sure of itself, infallible in its movements.

Saturday, 11 July 2020

એટલો ઓગળી જા કે ...



એટલો ઓગળી જા કે સરળતાથી સરકી શકે
નડ્યાં વગર હળવેથી જળ સમ વિસ્તરી શકે

અહંને અહં જ ટકરાય! પ્રવાહવત્ વહી શકે
ને કશુંય ન કડક કે જકડાય, સરકતું કરી શકે

ઓગળવામાં છે પરમનો વિસ્તાર! માણી શકે
ને અસ્તિત્વનાં ફેલાવમાં વ્યક્તિત્વને વીરમી શકે

આ તો સઘનથી પ્રવાહીનો પ્રવાસ! બસ, ધરી શકે
ને પરિવર્તિત ચેતનાને સહકાર! પૃથ્વી પર જડી શકે

અને આ ઓગાળ તો પરમમાં શોષાય! અનેકોગણું વધી રહે
ને સમર્પિત આમ બેહિસાબ! શ્વેત પરાશક્તિ શ્વસી વસી રહે...

પ્રભો...

જૂલાઈ ૨૦૨૦


Flower Name: Rosa chinensis 'Minima

Fairy rose, Pygmy rose

Significance: Detailed Surrender

A surrender that neglects nothing.

Friday, 10 July 2020

અવલંબન ...બાધક ...



અવલંબન બને બાધકભાગ
મનોપ્રાણ તત્વોનો ખોરાક

નિર્ભરતા ન હોવી ક્યાંય
હંમેશ બની રહે અંતરાય

સમયપૂરતી જ જરૂરિયાત
શીખ પૂરતો જ અવકાશ

વેણ વટ વલણ જાત પાત
વ્યક્તિ સગપણ દ્રવ્ય કે પદાર્થ

સઘળું વર્જ્ય જ્યાં પરમપ્રકાશ
અવરોધે પ્રવાહ ને આંતરે લગાવ

અવલંબનથી નથી થતાં પૂર્ણકામ
સાયુજ્યથી જ શક્ય બને વૃદ્ધિ વિકાસ...

પ્રભો...

જૂલાઈ ૨૦૨૦


Flower Name: Belamcanda chinensis

Blackberry lily, Leopard lily

Significance: Attachment to the Divine

(No Comment)