Friday, 12 June 2020

આતુરતા...



આતુરતાની આતુરતાને ઓળખ!
અધીરાઈ ભરી પરિણામ પસંદ
કે તત્પરતાનો વિખરાવ તદ્દન
ભરી ભરીને સંતાઈ શ્રદ્ધાની ઉણપ...

આતુરતા પોતે જ ભાવિ ઉપજ
ભવિષ્ય ભણીની સમય સમજ
ઇરાદે લાગેલ ખાસ ફળનું ઘડતર
ખેંચી જતું એ તરફ ધ્યાન સમસ્ત

શોષી રહે વર્તમાનની મહેનત
ગણતરીમાં મૂકે પ્રત્યેક કાજકસર
દિશા પ્રણાય બનાવે ફળ પરસ્ત
પ્રભાવ થકી બનાવી મૂકે અસરગ્રસ્ત

લગની રહેવી સંપૂર્ણ માપસર
આતુરતા નોંતરે સ્વભાવમાં ઓછપ
ચડાણ ચૂક, બાંધછોડ ને અણઘડ
નિષ્ઠાભાવ ને પ્રેમ બંનેથી ખૂબ દૂર...અલગ!

પ્રભો...

જૂન ૨૦૨૦


Flower Name: Mimusops elengi

Spanish cherry, Medlar, Tanjong tree

Significance: Patience

Indispensable for all realisation.

Thursday, 11 June 2020

આ પાઠ શીખી લે...



બધું જ થાય છે એનાં સમયે
શ્રદ્ધાનો આ પાઠ શીખી લે

મતિમાં પ્રભુ મરજીને જડી દે
એ એક જ સુકાનધારી! સમજી લે

ઘટનાઓ આવતી એનાં ક્રમે
ફક્ત ઘટનાક્રમને સભાનતાથી સોંપી દે

પક્ષ પાકો ને નિશ્ચિતપણે સૂચવી દે
પ્રભુ ચરણે ને પ્રભુ કર્મે મૂકી રહે

બાહ્યપરિબળો દેખીતાં જે તે
વિષય જ આખો અવસ્પર્શ્ય રાખી ખસી લે

પરિણામોનાં ઘડતરને મુક્તિ દે
ને સંગે અધ્યાત્મ ચડાણો સડસડાટ સર કરી લે

નિશ્ચિતમાં નિશ્ચિંત ને નિશ્ચલ...આનંદી રહે...

પ્રભો...

જૂન ૨૦૨૦


Flower Name: Quisqualis indica

Rangoon creeper

Significance: Faithfulness

We can count on You; You never fail us when we need You.


Wednesday, 10 June 2020

શુભસંકેતની તાકાત...



તંતુ બનીને તું જ સમયને દોરી, ચાલ!
ભલે એ એલફેલ! શિસ્તમાં રહી શિસ્ત નાખ

સમયની રહેવાની અણધારી ચાલ
આજ કંઈક કાલ કંઈક, ન માનવજાત તૈયાર

વાંકુચુંકું અટપટું ને પણ ચલાવતું ચાલ
ચાલતાં ટકતાં સમાતાં રહીને સમયને દે મ્હાત

સમય નથી રહેવાનો એકસરખો. ચાલ!
ઘડીક થમીને થઈ જા પાછો મજબૂત ટટાર

બદલાવનું માધ્યમ જ તું એટલે ચાલ,
માર્ગ બદલશે સમય પણ જો તંતુ અડગ ને શાંત

ધરી સહ્રદયથી નિર્ધાર ને ચાલ
સમજવા દે સમયને શુભસંકેતની તાકાત

આપોઆપ ખરી રહેશે ડગમગ ચાલ
ને તંતુ થકી વહેતો થાશે સમસ્તનો મંગળ સ્વભાવ...

પ્રભો...

જૂન ૨૦૨૦


Flower Name: Jacaranda

Green ebony

Significance: Attempt at Vital Goodwill

An attempt is a small thing but it can be a promise for the future.

Tuesday, 9 June 2020

ખરતાં રાખવાં વારંવાર...


મન ઘડતરો ખરતાં રાખવાં વારંવાર
ખંખેરીને ચકાસી જોવાં શુદ્ધિ કાજ

બહુમાળીની જેમ ચણાતાં મકાન
એક પછી એક જેમાં ઉમેરાતાં માળ

આવ્યાં હોય છે બીજામાંથી જ ક્યાંક
દેખાદેખીમાં મળે સ્વીકાર ને કરે ઘરપેંસાર

ને પછી ધરાશયી કરવાં, જ રહે પર્યાય
જ્યારે બિનજરૂરી હોય ચણતર ને ઘાટ

નહીં તો બનતાં નડતર ને કાટમાળ
બિનઉપયોગી પણ દેતાં રહે ઉર્જાભાર

ને અથડાતાં રહે એનાંએ લેવાં સમયસ્થાન
આધિપત્ય સ્થાપી રોકતાં સુ-કૃતિ મુશળધાર...

પ્રભો...

જૂન ૨૦૨૦


Flower Name: Delonix elata

Significance: Mental Fantasy

Disorderly, it too often lacks coordination.

Monday, 8 June 2020

મર્મને ના છોડ ક્યાંય...



મર્મને ના છોડ ક્યાંય
રાખ હંમેશ અગ્રસ્થાન
મર્મમાં જ આરંભ ને અંત માન ...

મહીં પ્રત્યેક અભિવ્યક્તિ પ્રકાર
ખ્યાલ વિચાર વાણી ઉદ્-ગાર
ભાવ અમલ વર્તન કે વ્યવહાર ...

ન રહેશે વિશ્લેષણ કે પ્રતિભાવ
ન સમીકરણ કે અર્થ અનાર્થ
ન પક્ષ વિપક્ષ કે પક્ષપાત ...

મર્મમાં સમત્વ ને સઘળું સમાનાર્થ
એક એકમ ને ઐક્ય જ ભાવાર્થ
ન આદ્યંત બસ! સુંવાળું સર્વાંગ ...

પ્રભો...

જૂન ૨૦૨૦


Flower Name: Cattleya

Orchid

Significance: The Aim of Existence is Realised

Exists only by and for the Divine.





Sunday, 7 June 2020

શીખ ગ્રસી! ને એ વિદાય...



સરકતાં સમયનું મૂલ્ય જાણ
ને સાથે સરકાવમાં ન છોડ કચાશ

જરૂર કંઈક માંગણી મુકતો ક્યાંક
ને છતાં નથી અટકાવવાનો જરાય

એક સંદેશ છૂપો જરૂર પળવાર
જેવી જરૂરી શીખ ગ્રસી! ને એ વિદાય

લૂંટી લેવો દર સમયનો સાર
ને એ જ ડહાપણ લાવે નવ ઉઘાડ

જકડ્યા વળગ્યા વગર રાખવો વહાવ
ન બનવી આદત કે નિર્ભરતા કોઈ ખાસ

લચીલાપણું જ વર્તમાન સમયમાંગ
જ્યાં પકડ્યો દેશે અણધારી પછાડ

સ્થિતિસ્થાપકતા ઉતારવી જ ઈલાજ
ગઈકાલ ગઈ. આજની જ આજે વાત.

નવી શીખ માટે રહે તત્પર તૈયાર
એ પછી હોય સમજ અમલ વ્યવહાર 

જે જરૂરી ત્યાં જ ને તે ઘડીએ પતાવ
ને પાછું અર્પણમાં મૂકી ખાલીખમ, બાળસહજ બાળ...

પ્રભો...

જૂન ૨૦૨૦


Flower Name: Ocimum basilicum

Common basil, Sweet basil

Significance: Discipline

Sets the example and hopes to be followed.

Saturday, 6 June 2020

ધાર અને વ્હાલ બંને...



જા રમી લે માણસ! માની “આ બુદ્ધિ મારી મહાન!
દેતી કેવાં અદ્-ભૂત અલાયદાં ઉકેલ ને ખ્યાલ

નથી બીજું કોઈ જે મારી તોલે ખડું બુદ્ધિમાન,
હું જ આપી શકું આવાં સફળતા નોતરતાં વિચાર!”

અગ્રણી થઈને પંડમાં રાચવું ન સમય માંગ
ખરું ખરું મોવડીપણું તો જૂથ ઉત્કર્ષ ને ઉત્થાન

જરૂરિયાત મુજબ ઢળી શકે એ ખરો આગેવાન
ને છતાં સિદ્ધાંતોને વળગી લઈ વધે જૂથ સાથ

એકલો અટૂલો ચાલનાર ન નેતા ન પ્રેરણા પાત્ર
ન લચીલાપણું ને સ્થિતિસ્થાપકતાનો અભાવ

વણકેળવાયેલ પાત્ર કેવી રીતે ધરી શકે ઘાટ
ધારદાર બુદ્ધિ સાથે સંવાદિતભાવ પણ અનિવાર્ય

તીક્ષ્ણ બુદ્ધિને કેળવી, આપવી જરૂરી નરમાશ
બુદ્ધિથી હઠીને બુદ્ધિ પાસેથી લેવું સ્નેહનું કામ

ધાર અને વ્હાલ બંને પ્રગટવી થકી દર વિચાર વર્તાવ
એ સમાયોજન જ આરંભ અસરકારક બુદ્ધિ પ્રભાવ

પ્રભો...

જૂન ૨૦૨૦


Flower Name: Rosa

Rose

Significance: Mental Surrender

Occurs when the mind has understood that it is only an instrument.

Friday, 5 June 2020

ખોલે ચતુર્થ આયામ...


પૂર્ણયોગ ખોલે ચતુર્થ આયામ
ને દ્રશ્યમાન કરે આવિર્ભાવ

ચક્ષુદ્રષ્ટિ નિહાળે પુર્રુત્થાન
ને પ્રત્યેક વિભાગોનું પરિવર્તનકાર્ય

તર્ક સમજની બાંધણી જે અપર્યાપ્ત
ને આદતો ઘૂસી બેઠેલી જડબેસલાક

એકે એકનું યોગ્ય નવનિર્માણ 
ને નવેસરથી ગોઠવણી થકી ગ્રહણ સજાગ

ચતુર્થ દ્રષ્ટિ જ સમજાવે આવશ્યકતા અનુસાર
ને ઠરી રહે મહીં મન મતિ શરીર પ્રાણ

સંમિલીત થતું ને સાથે સમજજ્ઞાન
પણ વલણ વર્તન અમલમાં અક્ષરસહ તમામ

વ્યક્તિ સમર્પણમાં ને નીરવ સ્વસ્થ શાંત
ને અચૂક નિ:શેષ ગ્રાહ્ય દિવ્ય કાજ.

પ્રભો... પદ્ધતિ અસરદાર...

જૂન ૨૦૨૦


Flower Name: Delonix regia

Flamboyant, Peacock flower, Flame tree, Royal poinciana

Significance: Realisation 

The goal of our efforts. 

Thursday, 4 June 2020

... તો ધન્ય સમજાય છે...



જીવન છે તો સમજાય છે
અવકાશ ને આકાશ છે
મહામૂલો મળ્યો પ્રસાદ છે 
ધબકાર ને શ્વાસ હારોહાર છે

અટપટું પણ એકધાર છે
નિર્મિતક્રમમાં ઘડી નિર્માણ છે
સર્વકંઈ શક્તિપ્રવાહ છે
વહાવમાં વહેતું વ્હાલ છે

ન દિવાલ અણદીઠી કે દ્રશ્યમાન છે
સ્પર્ધામાં નહીં સ્તુત્ય સમાન છે
સંકલનમાં સંગઠન સર્વાંગ છે
સાંગોપાંગ પ્રત્યેક સ્તરસાર છે

ચિન્મય ચૈતન્ય ચેતના અમાપ છે
એક એકમાં ભરી ભરપૂર દરકાર છે
સંપૂર્ણ સમસ્ત અડગ ને ઉત્ક્રાંત છે
આ...જીવન છે તો ધન્ય સમજાય છે...

પ્રભો...

જૂન ૨૦૨૦


Flower Name: Calliandra haematocephala

Red powderpuff

Significance: Wisdom in the Physical Mind

A first step towards the Supramental manifestation upon earth.



Wednesday, 3 June 2020

એક હદ સુધી ...વ્યાજબી ...


હે પ્રકૃતિ પરે વસતી શ્રી શક્તિ અદિતિ!
એ નાડ ખેંચી અંતે જે રાખી હતી છૂટી

એક હદ સુધી હતી મનમૌજ વ્યાજબી
પણ ક્યાં સમજે કે હતી ઉપજ અર્ધમતિ

અસત્યનાં પાયે રચેલી પોષેલી કાચી
વિજ્ઞાન ને તર્કથી શોધેલી શોધો ઘાતકી
 
પ્રશ્ર્ન કરશે વિજ્ઞાન વિજ્ઞાનને પ્રતિ ભાવિ
સર્વાંગ વિકાસર્થે ને અટકાવવા પાયમાલી

વ્યવહાર વિનિમય બદલાશે ને મૂળ રાશિ
ને સાથે સમજ સંદર્ભ ને સમાયોજન રીતિ

અટકશે માનવીય ડખલ ને સત્તાસ્થાપણી
માનવતર્ક થશે મર્યાદિત ને હારશે તર્કપ્રવૃત્તિ

સ્વીકારશે શાસન જે પ્રવર્તે માનવહદ પછી
સમગ્રને સન્માન ને સન્માનનીય દોરવણી

સ્વભાવમાં જે ઉતારશે કૃતજ્ઞતાની અભિવૃદ્ધિ 
જીવી લેશે એ આ કાળ સ્વસ્થ સમય નોતરી...

પ્રભો...

જૂન ૨૦૨૦


Flower Name: Clerodendrum indicum

Tubeflower, Turk's-turban

Significance: Divine Will Acting in the Subconscient

The rare moments when the Divine asserts Himself visibly.

Tuesday, 2 June 2020

સર્પાકારે પસાર થતાં...


અધ્યાત્મનાં ચડાણ સર્પાકાર 
ન સીધી ન આડી રેખા કે ઢાળ

ઉર્ધ્વતિઉર્ધ્વે ને ચડતો માર્ગ
ગતિ જ પુનરાવર્તનમાં, નહીં કે પડાવ

ધોરી ઉર્ધ્વ તરફ ને ખોદતી સાફ
મૂકતી ચોખ્ખો માર્ગ ન ફક્ત નિશાન

એકવાર કાપ્યું અંતર મેળવી ઈલાજ
ફરી ન પસાર કરવાં રહે તેનાં તે આયામ

સંપૂર્ણ હલ પછી જ આવે ચડત નાયાબ
અધકચરું કે કાચું! તો સ્તર હજુ અસાધ

પૂર્ણયોગ આવરે મૂળ ઊંડા ને સર્વાંગ
પ્રત્યેક ક્ષમતા શાખા શક્તિ ને ભાગ

સર્વેમાં ઉતારવાં રહે પરમતત્ત્વ મંડાણ
ગ્રહણ અમલ વિસ્તરણ ને પછી આગલો મુકામ

સર્પાકારે પસાર થતાં ચેતના ક્ષેત્ર વિસ્તાર
ને ધારક સક્ષમ બનતો ધરી યોગ યજમાન...

પ્રભો...

જૂન ૨૦૨૦


Flower Name: Citharexylum

Fiddle-wood, Zitherwood

Significance: Spiritual Ascension

Fearless, regular, uninterrupted.

Monday, 1 June 2020

ભરખી રહે થકી ...



શંકાનું પણ એક તત્ત્વવિજ્ઞાન
શંકાની શંકામાં શંકાશીલ ભાવ

હાર્દ સુધી પહોંચવા વપરાતો માર્ગ
પણ સ્થિરતા પૂર્વક થવો પસાર 

ભરખી રહે થકી અત્યાચાર
વ્યક્તિ શ્રદ્ધાથી જોજનો દૂરગામ

શંકામાંથી સમજ નીકળવી જરૂરિયાત
ને સમજથી શંકા ઘડાવવી જાણવા જવાબ

સમાનતામાં થવું એ બેધારી આદાનપ્રદાન
વ્યક્તિ અંતરેથી હોવી સંપૂર્ણ સજાગ

તો જ આ માધ્યમ કંઈક અંશે ઉજાળ
નહીં તો વસી રહે ભવો ભરી અવિશ્વાસ

પ્રેમથી ઘડવો પ્રશ્ર્ન ને અર્પણમાં મૂકવો ઉત્તરકાજ
સંપૂર્ણ પ્રેમમય ને કૃતજ્ઞતા ટકી રહેવી વિના અપવાદ

રીતિ, માર્ગ ગમે તે પણ મૂળ ન છૂટવું યેનકેન પ્રકાર
તકેદારી! શ્રદ્ધામાં ન હોવી શંકા કે શંકા ન ધરે શ્રદ્ધાસ્થાન...

પ્રભો...

જૂન ૨૦૨૦


Flower Name: Hibiscus rosa-sinensis
Chinese hibiscus, Hawaiian hibiscus, Rose- of-China 
Significance: Faith
You flame up and triumph.