Sunday, 7 June 2020

શીખ ગ્રસી! ને એ વિદાય...



સરકતાં સમયનું મૂલ્ય જાણ
ને સાથે સરકાવમાં ન છોડ કચાશ

જરૂર કંઈક માંગણી મુકતો ક્યાંક
ને છતાં નથી અટકાવવાનો જરાય

એક સંદેશ છૂપો જરૂર પળવાર
જેવી જરૂરી શીખ ગ્રસી! ને એ વિદાય

લૂંટી લેવો દર સમયનો સાર
ને એ જ ડહાપણ લાવે નવ ઉઘાડ

જકડ્યા વળગ્યા વગર રાખવો વહાવ
ન બનવી આદત કે નિર્ભરતા કોઈ ખાસ

લચીલાપણું જ વર્તમાન સમયમાંગ
જ્યાં પકડ્યો દેશે અણધારી પછાડ

સ્થિતિસ્થાપકતા ઉતારવી જ ઈલાજ
ગઈકાલ ગઈ. આજની જ આજે વાત.

નવી શીખ માટે રહે તત્પર તૈયાર
એ પછી હોય સમજ અમલ વ્યવહાર 

જે જરૂરી ત્યાં જ ને તે ઘડીએ પતાવ
ને પાછું અર્પણમાં મૂકી ખાલીખમ, બાળસહજ બાળ...

પ્રભો...

જૂન ૨૦૨૦


Flower Name: Ocimum basilicum

Common basil, Sweet basil

Significance: Discipline

Sets the example and hopes to be followed.

No comments:

Post a Comment