વંદુ અહીંથી તુજને ઓ માનવજાત!
અનંતોથી ઉત્ક્રાંતિમય ધરી સ્વભાવ
જન્મ-મરણ જીવન-મૃત્યુ છતાં અથાગ
અવિરત પ્રગતિમાં બસ! વણથંભી ચાલ...
શોધ અને વિસ્ફોટ, કંઈક ઝીલી સૌગાદ
અચૂક રાખી વૃદ્ધિ ને સમસ્ત સંભાળ
પૃથ્વી અંબરને બસ! ધર્યો ઉત્કર્ષ ઉત્ક્રાંત
સર્વસ્વની ગતિમાં ધરતાં રહી વિધી વિધાન...
અનંતોથી ચાલી આવતી એ નિતાંત
હોમ ને વ્યોમ ભરતી જીવતરની હારમાળ
જે કંઈક અનંતો ચાલશે હજીયે અમર્યાદ
સમાવી સજાવતો માનવજાત સંગ સમાસ...
એક એક જીવે જે મૂક્યાં જીવન દરમ્યાન
પળ પળનાં અનન્ય ને અન્યોન્ય ઉઘાડ
એ સર્વકંઈ બની કહ્યાં જાત કાજે ઉત્થાન
એ સઘળી રોપણી ને લલણી વંદન પાત્ર...
વંદન પ્રભો! તુજને,
તવ અદ્-ભૂત સર્જન દાન...
ને વૃદ્ધિમાં પ્રવૃત રહે કરુણા આદાનપ્રદાન...
પ્રભો...
જૂન ૨૦૨૦
Flower Name: Jacquemontia pentantha
Significance: Hope
Paves life’s way.
No comments:
Post a Comment