Saturday, 20 June 2020

પરમ... પ્રેમ પ્રશાંત...



પ્રેમ જ છે આ સકળનો સાર
ને પ્રેમ જ જોડે સાંગોપાંગ
વિના અવરોધ કે સાંધ
સળંગ સરકતું સુંવાળું સર્વાંગ

જાણવો મૂળનો ને તત્ત્વસ્થાન
માન્યતા વ્યાખ્યા એષણા પશ્યાત
સંબંધો સંવિધાનો પરે સભાન 

સ્થાયી નીરવતામાં પછી ઉગતો પ્રવાહ
જોડતો હળવે હળવે એક એક જોડાણ
નવેસરથી જાણે! નવ જન્મ જ જાણ!
ને સમજાવતો, સમજાતો તંતુતાર...

અરે! આ...! એમ પ્રેમનો ઉઘાડ
અકલ્પ્ય જે ક્યારેય ન અનુભવ્યો આમ
ન એલફેલ ન મનો-પ્રાણમય વ્યય જરાય
ઠોસ, તેજસ્વી ને પોષક પ્રસાર

અણજાણ્યાં ને અણદીઠાં લાવે બદલાવ
સહજમાં ને સહજતાથી આપ-લે સન્માન
ન છીછરું ન તીણું ન ખરબચડું વરતાય
કુણું સુંવાળપમાં નવતંતુએ જીવતું થાય

અહો દિવ્યમાત! તવ કૃપા ને તવ હાથ
તવ ઘડ્યાં આ મહામૂલાં ફેરફાર
તવ શક્તિ ને તવ નિર્મિત વિધાન
નતમસ્તક વંદને રહું ધરી તવ પ્રેમ કુમાશ...

પ્રભો...

જૂન ૨૦૨૦


Flower Name: Hibiscus mutabilis

Cotton rose, Confederate rose mallow

Significance: Victorious Love

Sure of itself, fearless, generous and smiling.

No comments:

Post a Comment