હે દિવ્યમાત! તું જ, તવ તણી પેદાશ
જન્મ દઈ ઉછેરી રહી સકળ બાળ
સમસ્ત તવ ગર્ભેથી આમરણાંત
સર્વેમાં કણે કણે તવ ગર્ભસંસ્કાર
તુજ દેન થકી જ સઘળું તંત્ર સાકાર
તવ તણી પોષકવૃત્તિ જ જવાબદાર
ઉછેરી રહી કણથી સકળ તમામ
પ્રત્યેકને પોતીકું દઈ રહી સામ્રાજ્ય
જીવન-મૃત્યુ, અંકુર-ખરત પશ્યાત
જાળવી રહી, આગળ વધતો હાર્દ
પ્રત્યેક તણી નિષ્ઠા ને પ્રેમ સૌહાર્દ
છલકતું સતત થકી સંતુલન અપાર
મધુરતા સ્નેહ અનુકંપા સદ્-ભાવ
મૂકી અન્યોન્યની દીધી સારસંભાળ
પૃષ્ઠભૂમાં વહાવી અખંડ ચેતનાતાર
જોડી દીધાં એકએકને અનેકાનેક સંગાથ
પ્રત્યેક પ્રવર્તતું દિવ્ય સર્જન પરિણામ
તે તે પ્રત્યેક પ્રત્યે એકસરખું ન્યારું વ્હાલ...
અહો! તવ ગોઠવણ સુવ્યવસ્થિત શાંત
નિતાંત નિ:સ્પૃહ નિરુદ્દેશ નિર્મળ નિ:સ્વાર્થ...
દિવ્યમાતશ્રીને સાષ્ટાંગ પ્રણામ!
પ્રભો...
જૂન ૨૦૨૦
Flower Name: Bombax ceiba
Red silk-cotton tree, Simul
Significance: Solid Steadfastness in the Material Consciousness
The material consciousness has a firm and solid steadfastness.
No comments:
Post a Comment