એકલો ચાલે કે સાથે, ભીતરને રાખજે સથવારે
ભીતર જો સજગ સહારે જગ જાત જીતાશે વારેવારે
પંથ પથરાળ કે ચડાણે, રહેજે ભીતરનાં ઈશારે
ભીતરનાં ઝગમગ ઉજાસે જગ જાત જીતાશે વારેવારે
અટકતો કે અડગ ચાલે, ભીતરને પૂછતો જાણજે
ભીતરની રાહ પ્રમાણે જગ જાત જીતાશે વારેવારે
અનુકૂળ કે નવીન દિશાએ, ભીતરનાં પ્રવાસને માર્ગે
ભીતરનાં સંચાલન હેઠે જગ જાત જીતાશે વારેવારે
રચ્યોપચ્યો કે દુષ્કાળે, ભીતરનાં તાર ટકાવજે
ભીતરનાં પોષક જોડાણે જગ જાત જીતાશે વારેવારે
ઐક્ય કે વિભાજનકાળે, ભીતર તાકાતથી દોરાજે
ભીતરનાં અર્પણ-ગ્રહણ સમાસે જગ જાત જીતાશે વારેવારે...
પ્રભો...
જૂન ૨૦૨૦
Flower Name: Iochroma cyaneum
Significance: Seeking the Light in the Lower Vital
Does more work, makes less fuss.
No comments:
Post a Comment