Saturday, 13 June 2020

આ સમયની પોષક ... માંગ!



માંદગીમાં જાણે! આજ મનુષ્યકાળ બીમાર
કણસતો ને પીડાતો ધરવા અંકુશ હાથ

“મારું જીવન ને હું જ સાવ અજાણ!
ન આજકાલ કે ભાવિનો કોઈ આસાર

કેવું ને કેમ જીવવું? ન મારા પ્રમાણે જરાય
હું કંઈ કરી ન શકું ને છતાં જીવું આમ?

ન સંચાલન મારું ન હું સંચાલક ક્યાંય
કોણ છે જે મારાં જીવનને દે છે લગામ?

ઈચ્છા, મહત્વાકાંક્ષા ને સફળતાનાં ખ્યાલ
કોણ નક્કી કરી રહ્યું છે મારાં વગર સાવ?”

મનુષ્ય માને આતો દુ:ખ દેવા આવ્યો પડકાર
પણ અભાન કે કસોટી માને એટલે પીડા પસ્તાળ

કસોટી પડકાર સ્પર્ધા હુંસાતુસી ચર્ચા ફરિયાદ
નથી આ સમયની પોષક ને ઈલાજ દેતી માંગ

સોંપણી જ છે મનુષ્ય જીવન માટે સ્વસ્થ પર્યાય
બાથંબાથીમાં જીવન જ બનતું જાય પ્રશ્ર્નાર્થ

વ્હાલ ને નરમાશથી સકળને સોંપતો અપનાવ
ને એની બાથમાં જીવી જાણ સક્રિય સમજદાર

સમજી લે ને ધરી રહે સ્વસ્થ પ્રયાણ ચુપચાપ...

પ્રભો...

જૂન ૨૦૨૦

Flower Name: Verbena tenuisecta

Moss verbena

Significance: Conquest over the Vital Enemies

The appearance is modest, but the power is lasting.


No comments:

Post a Comment