Tuesday, 30 June 2020

આરંભ ખરો ખરો!



ચૈત્યાત્મા વતી સોંપણી ચાલે લગાતાર
સર્વકંઈ આંતરિક બસ નિરીક્ષક સાવ
મૂક સાક્ષી અહીં કોણ જે નોંધે ઘટમાળ?

“મા...જો” “મા...જો” ચાલતું પળપળવાર
ને ન અન્ય કોઈ ભાવ, ભાગ કે પ્રત્યાઘાત
કે બાકી ન કોઈ જોડાણ છુપું કે પ્રતિ બાહ્ય

સમર્પણનો એક નવો ઊંડાણનો આયામ
આરંભ ખરો ખરો! જેમાં પરમ જ કરનાર
ન ક્રિયા કરણ ન પ્રયત્નનો ભાર કારભાર

આત્મા જ સંચાલક ને દોરે સંસાધનો સાથ
સઘળું ભૂમિકાવત્ ન બાહરી પ્રભાવ દબાવ
મા શ્રી પરમ બાંહેદરીમાં ને સંપૂર્ણ યજમાન.

પ્રભો પ્રભો...ધન્ય ધન્ય આ ઉછરતું પાત્ર!

જૂન ૨૦૨૦


Flower Name: Callistephus chinensis

China aster

Significance: Psychic Transparency

Manifests fully only when the psychic is perfectly developed.

No comments:

Post a Comment