Monday, 19 August 2019

છીછરી દ્રષ્ટિ જૂએ મર્યાદ ...


જોડાણ ...

એક અમર સનાતન સદાય
ન પર્યાય, અન્ય સાંધ કે ગાંઠ

વિષય વસ્તુ વ્યક્તિ વ્યાપ 
સઘળું એક અતૂટ અખંડ અમાપ

રૂપ રંગ ઘાટ પ્રકાર પ્રમાણ
પરે એ સમગ્રથી સળંગ ક્યાંક

નથી એક પછી બીજું કે ક્રમાંક
ફક્ત છીછરી દ્રષ્ટિ જૂએ મર્યાદ

વહેળો! પ્રવાહ! ને અનંતમાં પ્રસાર
બસ! અવિરત વિસ્તાર વિસ્તાર ...

જય હો! 

ઓગસ્ટ ૨૦૧


Flower Name: Acalypha hispida
Chenille plant, Red-hot cattail, Red cattail, Foxtail
Significance: Physical continuity
Prolongs and prolongs itself and never comes to an end.

Sunday, 18 August 2019

પહેરેદાર મૂક...


દર સંબંધમાં પ્રભુને મૂક
વસ્તુ વ્યક્તિ વ્યય કે વ્યાધિ
પ્રભુને પહેરેદાર મૂક.

ઘણી હોય અનિયંત્રીત આવાજાહી
કાયમી અસરોની અધિષ્ઠાત્રી
પ્રભુની વગને પ્રથમ મૂક.

અંતરે ઘૂસપેઠ ને બરબાદી
અગમચેતીથી વાતાવરણની સલામતી
પ્રભુને એ કાજે સેનાપતિ મૂક.

અવિશ્વાસ નહીં પણ પક્ષકારી
ન વિરોધી છેડો ન પ્રતિસ્પર્ધી
પ્રભુ બસ! સર્વ ઉપચારી.

જય હો!

ઓગસ્ટ ૨૦૧

Flower Name: Saponaria
Soap-won, Bouncing Bet
Significance: Right Use of the Granted Grace
No deformation, no diminution, no exaggeration, a clear sincerity.

Saturday, 17 August 2019

‘એક’ જ કરામતી હકદાર ...



શાશ્વતી લે છે શ્વાસ
ને જીવે સમસ્ત સંસાર
અલાયદું અમસ્તું દેખાય
હકીકતે ‘એક’ જ પ્રાણ...

સર્વસ્વ છે ‘એક’ની સૌગાદ
રૂપ રંગે સેંકડો ને હજાર
પ્રકાર, આકાર ફક્ત દેખાવ
હકીહતે ‘એક’ જ તમામ...

સ્ત્રોત કહો કે પાંખ, વિભાગ
સામાન્ય સમજનો ભાષાવિલાસ
ઉપયોગ, ઉપાય ફક્ત વ્યવહાર
હકીહતે ‘એક’ જ અમાપ...

અનન્યરૂપે ને અનેકો હાથ
શાશ્વત જ સઘળે અહીં ત્યાં
કેન્દ્ર, પરિઘ, પેલે પાર ને આરપાર
હકીહતે ‘એક’ જ કરામતી હકદાર...

પ્રભુ વસે સમગ્રે સમાન ...

જય હો!

ઓગસ્ટ ૨૦૧



Flower Name: Hibiscus hirtus
Hibiscus
Significance: Eternal Youth
It is a gift the Divine gives to us when we unite with Him.

Friday, 16 August 2019

જે સમજે મૂલ્ય વિશ્વાસ ...



વિશ્વાસની જરૂરી છે હોવી ઓળખાણ
કેળવવાની રહે જાતને ‘માં જડબેસલાક

વિશ્વાસ મૂકવાના નિશ્ચયથી શરૂઆત
ને દ્રઢ કરતાં જવાનો હોય છે વિશ્વાસ

ક્યાંક નાનો મોટો લસરકો કે થાપ
‘હશે’કારામાં ખપાવવાનો રહે બે-ચાર

બહુ ઉલટપલટથી નથી મળતી તાકાત
કે મજબૂત થતો કાચો નબળો વિશ્વાસ

જરૂરી હોય છે શુભભાવ ને ઇરાદો બેવકાબ
ને નિયત જે સમજે છે મૂલ્ય વિશ્વાસ

અરસપરસ જરૂરી અહીં બંને પક્ષથી આવજા
નહી તો વિફળ જાય ભાવ જો એકને પણ મળે ઘાત.

નાજુક હોય વિશ્વાસની દોર અને એનો મદાર...

પ્રભો ... પ્રભો ...

ઓગસ્ટ ૨૦૧




Flower Name: Asystasia gangetica
Significance: Trust in the Divine
Most indispensable for the impulsive vital.

Thursday, 15 August 2019

અખંડ માત હિન્દને પુન: ગઠિત કર ...



હે હિન્દુસ્તાન! 

તવ ભૂમિ પર જન્મેલ એક મહર્ષિની અરજ
હતી સદી પૂર્વે કે હિન્દ રહો સદૈવ એક અમર 

શ્રીકૃષ્ણે એ સપુત અરવિંદને દીધી’તી વાણીદિવ્ય
એમ હિન્દને મૂળ વિસ્તાર ને વિચાર ભેટ કર

પડોશીઓ બની વૈમનસ્યે પ્રવૃત્ત પ્રખર
વેરાયેલ વિખૂટા ટુકડાઓને એકસાથ કર...

સદીઓથી ઓશિયાળાં એ થકી વિરહ
તવ શક્તિનાં સથવારે પુન:પ્રસ્થાપિત કર

સામર્થ્ય તવ માતૃત્વમાં જનકત્વમાં અચળ
સમેટી લે તવ વક્ષ પર, પોષણથી સમૃદ્ધ કર

આ સ્વાતંત્ર્યદિને એ નેમની નેમપૂર્તિ કર
અખંડ માત હિન્દને પુન: ગઠિત કર

ખરોખરો ઉજવાશે પછી જન્મદિવસ પર્વ
હિન્દ ને અરવિંદનો ભવાનીભારતી ભૂમિ પર.

ને ગર્વાન્વિત હશે દર હિન્દુસ્તાની પળપળ ...

ઓગસ્ટ ૨૦૧



Wednesday, 14 August 2019

જિંદગી છે મુશળધાર ...



મૃત્યુને કહો કે વિરમી જાય
અહીં જિંદગી છે મુશળધાર.

ફેરો ન મારે અમસ્તો જરાય
એક પછી એક ચાલે ધોધમાર 

વ્યયને અપાશે નહીં ન્યાય
સક્રિયતામાં જ બધું બારેમાસ 

મર્યાદાને નથી કોઈ પંપાળ 
કમી બને અહીં માર્ગ ઉત્તરાર્ધ

સંતાવું ક્યાં ચઢી મૃત્યુની ખાંધ
સામી છાતીએ મા ભવાની કાજ

કાયર જાણે મૃત્યુનો ચહેરો સાફ
સર્જકને તો દર પળ નવ નિર્માણ 

વંદન જીવન, મૃત્યુ બંનેને આજ
સમજી લો અરસપરસ, વાપરો શાણ...

જય હો પ્રભુ!

ઓગસ્ટ ૨૦૧



Flower Name: Dendranthema Xgrandiflorum Chrysanthemum Xmorifolium
Florists' chrysanthemum
Significance:Supramentalised Life Energy
Manifold and supple, it has an immortal resistance.

Tuesday, 13 August 2019

અંદર વસે શાશ્વતી ...



કંટક કે પુષ્પ! એ માત્ર બાહ્ય દેખાવ
ભીતરે અંદર વસે શાશ્વતી સંધાન

હિંસક કે પાલતુ! એ માત્ર વૃત્તિઅભાન
હકીકતે એક જ સ્વરૂપ, રૂપે દ્વિભાજ

પ્રવાહી કે સઘન! એ માત્ર દ્રવ્યપ્રકાર
બાહ્ય વ્યવસ્થા જ, અણુ એકસમાન

ભૂમિ કે ગગન! એ માત્ર સ્તર અલગાવ
અંદરુની વ્યાપ સળંગ, અદ્રશ્યમાન

જીવન કે મૃત્યુ! એ માત્ર મનુષ્યલગાવ
જિંદગી પ્રવર્તે અમર્યાદ અવિરત સદાય

દીન કે દિવ્ય! એ માત્ર ભેદ હજી અપ્રાપ્ય
અન્યોન્ય પરવશ ને એકમેકમાં ગરકાવ

સર્વત્રમાં વસે સર્વત્ર અમાપ ...

પ્રભુ શ્વસે સર્વશ્વાસ ...

જય હો!

ઓગસ્ટ ૨૦૧




Flower Name: Camellia japonica
Common camellia
Significance: Static Beauty

Transfixed in an immutable beauty.

Monday, 12 August 2019

ક્યાં કશો ફરક દેખાય!



ક્યાં કશો ફરક દેખાય
એ જ માનવી ને જીવજાત!
ચહેરે મહોરે ક્યાંક ફેરફાર
બાકી એ જ શ્વાસ ને હ્રદયતાલ!

જરા સરખો બાંધો આમતેમ ક્યાંક
કોઈકમાં કંઈક જુદો ને જુદી ચાલઢાલ!
પાછો, આમ જોઈએ તો બહુ મોટો ને ખાસ!
માણસે માણસે બદલાવ એક ને હજાર!

છતાં એક ફરક ન દીઠો ક્યાંય
હ્રદયે દરેકના બેઠો પરમ પ્રધાન
ઊંડે છૂપો વહે એક દિવ્યપ્રવાહ
એ સ્થાનેથી સમગ્ર એક અકળ દિવ્યપ્રમાણ...

જય હો પ્રભુ!

ઓગસ્ટ ૨૦૧



Flower Name: Antigonon leptopus
Coral vine, Confederate vine, Mexican creeper, Chain of love
Significance: Integral Harmony
Harmony between things, harmony between persons, harmony of circumstances and, above all, harmony of aspirations — all leading towards the Supreme Truth.

Sunday, 11 August 2019

મહેમાન કે અજાણ ભાવ ક્યાં!


હું યે એ જ ને તું યે એ જ!
મુજમાં નિવાસી તું સદાયે.

તું જ ધરા ને ધરાધારી એય
ને ધરાનો આ છેડો ય હવે.

સ્થાને ય તું ને નામધારી એય
ભૂગોળની સમૃદ્ધિમાં જે રેખાંકને,

ઓળખ એય તું ને વિશેષતાઓ એ
ઘન પ્રવાહી પદાર્થ જે કંઈ કહો તે...

વિવિધ દ્રવ્યો ને દ્રવ્ય સ્ત્રોત એય
ગ્રાહ્યીની વિધી ને ગ્રહણશીલતા એ

મૂળ ઉદ્-ગમ તુજથી ને ચિરસ્થાયીએય
રસ્તો યે તું જ ને ક્ષમતા યે તુજ દીધે.

સર્વત્રે સમાન સમસ્ત સર્વધારી એક
તો મહેમાન કે અજાણ ભાવ ક્યાં લેશ માત્ર એ?

યજમાનના ખોળે બિરાજમાન પળેપળે
સમય, સ્થળ, સંદર્ભ અવસ્પર્શ્ય ને સદા ગૃહે.

જય મા! જય પ્રભુ!

ઓગસ્ટ ૨૦૧










Flower Name: Zinnia elegans
Common zinnia, Youth-and-old-age
Significance: Joyful Endurance
Whatever happens, it keeps on smiling. 

Saturday, 10 August 2019

આરંભ ને અંતે વિગતે આભાર ...


સતત ન યાદ કે અર્પણમય ક્ષણ તમામ
વીસરી ને જવાય સમય મહી ખોવાય
પણ જાણ કે તંતુ એક ક્ષણ માટે જોડાય
એ હંમેશ માટે રહેશે સંધાન અજોડ એકતાર.

જ્યાં બંને પક્ષે તિતિક્ષા ને તૈયારી એકસમાન
પરસ્પર અભીપ્સા ને આશીર્વાદનો સ્વીકાર
એક જ બંને ને એકપક્ષ એકજૂઠ એકસંગાથ
પછી ક્યાં સ્મરણ, વિસ્મરણ કે પ્રયત્નકાજ!

સહજ સ્વયંભૂ બસ! જ્યાં જે ક્ષણે જરૂરી જરા
તત્કાલીન તે અમલીકરણમાં તે જ ક્ષણે ત્યાં!
હા, જરૂર! દિન આરંભ ને અંતે વિગતે આભાર
સંદેશો હ્રદયથી ધન્યતાનો પહોંચાડવો બારોબાર...

જય હો...



Flower Name: Canna Xgeneralis
Canna lily
Significance: Connection between the Light and Physical
Physical centre touched by the Light. Awakens to the necessity of growth and blossoming.

Friday, 9 August 2019

સ્મરણમાં અદ્-ભૂત તાકાત ...


મા મા મા મા ... સ્મરણ એક ધ્યાન 
ભીતરે વાતાવરણ સહજ સ્વસ્થ શાંત

પ્રકૃતિ અને પુરૂષ બંને લગાતાર
પોતપોતીકા સ્વભાવવત્ સક્રિય ને શાંત

પ્રકૃતિ લયબદ્ધ આરોહઅવરોહ બાધ્ય
પુરૂષ સ્થિર સ્થિત તપસ્વી સમ શાંત

સ્મરણ સ્ફૂટથી મેળવે બેઉ સંધાન
એક સ્થિરતા તો બીજું હલનચલન શાંત 

શ્રીમાની કૃપામય જોડાય કરુણા
નિષ્ઠસ્મરણથી વિવશ હજારહાથે દે આશીર્વાદ 

મા મા મા મા ... સ્મરણમાં અદ્-ભૂત તાકાત
સમગ્ર અસ્તિત્વ જાગ્રત ને સંસારે શાંત...

શ્રી માની વ્યવસ્થા ઉત્તમકાજ...

જય હો!

ઓગસ્ટ ૨૦૧


It is by the constant remembrance that the being is prepared for the full opening. By the opening of the heart the Mother's presence begins to be felt and, by the opening to her Power above, the Force of the higher consciousness comes down into the body and works there to change the whole nature. SA

Flower Name: Lycianthes rantonnei Solanum rantonnetii

Blue potato bush
Significance: 
Remembrance 
Constant remembrance of the Divine is indispensable for transformation. 

Thursday, 8 August 2019

શાને નાનોસૂનો આંક!


પ્રારંભ જ હોવો પાણીદાર.
શાને સાવ નાનોસૂનો આંક!

જરૂરી ગતિ ને આતુર ભાવ, 
પક્વ કલ્પના, યોજન તમામ

યોગ્ય સમયે સામગ્રી પર્યાપ્ત 
ત્યાં નક્કી ફળદ્રુપ પરિણામ.

શરૂઆત જ હોવી ધારદાર
દર પગલે સમાઈ રજૂઆત

કડક મનોબળ ને એકાગ્ર પ્રહાર
સમજ, શક્તિથી અંદાજિત ક્યાસ

છૂટે તીર ને વીંધે મધ્ય સ્થાન
ધાર્યું મારે પછી ભલભલું નિશાન.

આરંભ જ હોવો રહ્યો દળદાર
ખેંચી જાય અંત સુધી ને ઘડે નવઆયામ...

પ્રભુની જ હો દરેક શરૂઆત...

જય હો!

ઓગસ્ટ ૨૦૧


Flower Name: Yucca
Significance: Initiation
It is unique in the whole existence of the plant.

Wednesday, 7 August 2019

એકતાને અપનાવ!


એકતાને અપનાવ!

એ શાશ્વતી ગરિમાને જીવંત સ્વરૂપે જીવાડ!

વિભાજનવાદી વેદીમાં પધરાવાતી અટકાવ!

ક્ષણેક્ષણે આતુર ટૂકડા કરતી ટૂકડીઓથી બચાવ!

વાઢકાપની અઘોરી નીતિને સાલસ શરણે સમેટાવ!

વેરભાવમાં રહેંસાતી એકમવૃત્તિને રક્ષાકવચ ચડાવ!

અજબો વિભાગો વિભાગીકરણે કાર્યરત ... શમાવ!

દર ક્ષેત્રની અલગાવી રણનીતિ ... એક તત્વમાં ઓગાળ!

આગવી ભાગાકારીને ભાગીદારીનાં રંગે રંગાવ! 

સક્રિયપણે નેમધરી એકતાનો પરચમ લહેરાવ...

એકતાની શુદ્ધિમાં એકતાને અગ્રીમ સ્થાને પહોંચાડ...

ઊંડે બેઠી એકત્વની સરવાણીને મુક્તપણે વહાવ!

'એક' નો જયજયકાર ...

ઓગસ્ટ ૨૦૧

Flower Name: Hibiscus rosa-sinensis
Chinese hibiscus, Hawaiian hibiscus, Rose- of-China
Significance: Will in Course of Uniting itself with the Divine Will

On the way to perfection.