Tuesday, 12 December 2017

... સમુંદર અફાટ ...


રે મન! તું સમુંદર અફાટ
વિસ્તૃત વિહાન વિશાળ 
લહેરદ્યુતમય ગરકાવ
અહીં તહીં અલ્લડ ઊછાળ...

અટખેલક કે ગંભીર વહાવ
પ્રભાવ જન્ય સંગત સાથ
અમાસે શૂન્યસમ પ્રવાહ
પૂર્ણિમાએ ગગનચુંબી ઊડાન...

અસીમ વિહાર સ્વભાવ
વિહંગી વૈચારિક પ્રકાર
ગતિનિધિ અસંખ્ય અપાર
એકાગ્ર-સ્થ એક પડકાર...

ગુણસાગર ઊંડાણે અગાધ
નીરવ સમત્વ મૂળાધાર 
લચકધારી દર લક્ષ્યકાજ
જ્ઞાન પીપાસુ ધનવાન...

મન જે બ્રહ્મરંદ્ર ભેદી બહાર
વૈશ્વિક તત્ત્વ કરે અંગિકાર 
દિવ્યતત્ત્વનો આવિર્ભાવ
નવીન 'મન' શક્ય સાકાર...

જય હો પ્રભુ...

સાદર...

- મોરલી પંડ્યા 
ડિસેમ્બર, ૨૦૧૭


PLASTICITY
That which can easily change its form is "plastic". Figuratively, it is suppleness, the capacity to adapt to circumstances or necessities. When I ask you to be plastic in relation to the Divine, I mean not to resist the Divine with the rigidity of preconceived ideas and fixed principles.
Supramental plasticity will enable it to stand the attack of every hostile force which strives to pierce it: it will present no dull resistance to the attack but will be, on the contrary, so pliant as to nullify the force by giving way to it to pass off. Thus it will suffer no harmful consequences and the most deadly attacks will leave it unscathed. TM


Flower Name: Tagetes erecta
African marigold, Aztec marigold, Big marigold
Significance: Mental Plasticity
Indispensable for true knowledge.
Energy of a Plastic Mind
Does not draw back from any effort to progress.

No comments:

Post a Comment