Friday, 8 December 2017

કૃષ્ણમય બસ! કૃષ્ણ કૃષ્ણ...


સર્વત્રે બસ! કૃષ્ણ કૃષ્ણ...
હોડ નહીં કોઈ તોર નહીં 
તોડ કે કોઈ જોડ નહીં 
કૃષ્ણમય બસ! કૃષ્ણ કૃષ્ણ...

સર્વાંગ સંપૂર્ણ કૃષ્ણ કૃષ્ણ...
અધૂરે નહીં કોઈ ટૂકડે નહીં 
સાંધ કે સમાધાને નહીં 
પૂર્ણપણે બસ! કૃષ્ણ કૃષ્ણ...

સહજ સમસ્ત કૃષ્ણ કૃષ્ણ...
જોર નહીં કોઈ શોર નહીં 
વિભાજન કે વિભાગ નહીં 
સર્જન સર્વ કૃષ્ણ કૃષ્ણ...

યોગ યોગેશ્વર કૃષ્ણ કૃષ્ણ...
વિધાન નહીં કોઈ દાન નહીં 
વિયોગ કે તપન ખાસ નહીં 
સંધાને સર્વદા કૃષ્ણ કૃષ્ણ...

જય શ્રી કૃષ્ણ ...

જય હો પ્રભુ...

સાદર...

- મોરલી પંડ્યા 
ડિસેમ્બર, ૨૦૧૭


Flower Name: Torenia fournieri
Wishbone flower, Bluewings
Significance: Krishna’s Play in Matter
Beauty, love and joy are His companions. A play that widens and makes us progress.

No comments:

Post a Comment