Monday, 18 December 2017

સંદર્ભ...


સંદર્ભે રાખવું શ્રેષ્ઠ સ્વરૂપ 
દિવ્યત્વ દેતું દિવ્ય તણું.

શ્રેયકર શુભમ્ સર્વરૂપ
સુખિન નિરામય સર્વ તણું.

પર વર્તન વણપ્રભાવરૂપ
એકમેક વર્તાવ ન જોગુ, ન તણું.

ન છાપ અતીત કે ભાવિ રૂપ
ન પૃષ્ઠભૂ હો કોઈ તંત તણું.

શક્ય સર્વોત્તમ સત્વ રૂપ
વર્તન ઘટન સર્વોત્કૃષ્ટ તણું.

વલણ, ઈરાદો કે ક્રિયા રૂપ
અંતઃકરણ મુખર જે તે તણું.

સભાન જાગૃત ધર સ્વરૂપ 
વિફળ નહો જીવન જીવ તણું...

જય હો પ્રભુ...

સાદર...

- મોરલી પંડ્યા 
ડિસેમ્બર, ૨૦૧૭


A Spirit who is no one and innumerable, 
The one mystic infinite Person of his world 
Multiplies his myriad personality, 
On all his bodies seals his divinity's stamp 
And sits in each immortal and unique. 
The Immobile stands behind each daily act, 
A background of the movement and the scene, 
Upholding creation on its might and calm 
And change on the Immutable's deathless poise
.
BOOK X: The Book of the Double Twilight 662

Flower Name: Myosotis sylvatica
Garden forget-me-not
Significance: Lasting Remembrance
The remembrance of that which has helped the being to progress.


No comments:

Post a Comment