Saturday, 16 December 2017

... સંતાન દર ...


પ્રજનન આધાર છે.
રંગસૂત્રોની કમાલ છે.
સંતતિ સર્વે સમાન છે.
સંતાન દર આવિર્ભાવ છે.

અનન્ય ને અજાણ છે.
મહીં અભિન્ન આવિષ્કાર છે.
પ્રત્યેક અજોડ પેદાશ છે.
સંતાન શાશ્વત ઉત્થાન છે.

શક્યતા ને સંભાવ છે.
વાતાવરણથી ઉઘાડ છે.
પરવરિશ ખંતીલો સિંચાવ છે.
સંતાન ઉત્કર્ષ ઉત્ક્રાંત છે.

ગોઠવણ ઈશ્વરી સૌગાદ છે.
અલૌકિકનું લૌકિક પ્રમાણ છે.
દિવ્યદત્ત દિવ્ય અવકાશ છે.
સંતાન ઉદ્ધારક ઉદ્દઘાટ છે.


સમય આવ્યો છે સંતતિજન્યથી વધીને જાગૃત થવાનો...

જાગૃતિમાં સભાન થવાનો અને દીકરી કે દીકરાથી ઊપર ઊઠવાનો...

પર થવાનું છે સંતાન સંબંધી ધારણાઓ, ઈચ્છાઓ, અભરખાઓ અને નિયંત્રિત કરતી લાગણીઓથી...

પાલ્ય થઈને જવાબદારી અને સભાન ફરજ પુરી પાડવાની છે.

પ્રજનન, બાળ જન્મ વિગેરે વ્યવસ્થા શારીરિક અને કુદરતી છે. જાણકારી, સમજદાર મા-બાપ તરીકે કશુંક વધું, અ-રુઢિગત આપવાનું છે. 

દરેક બાળ વિશેષ છે અને એક સ્વતંત્ર અસ્તિત્વ છે. પોતીકી વૃદ્ધિ માટેની પૂરી વ્યવસ્થા સાથે જીવનમાં છે.

એને સવલતો અને સુરક્ષાની જરૂર છે. જે પૂરતી ફરજ પાલ્યના ભાગે આવેલી છે. 

એ ઊગતી જિંદગીને જો યોગ્ય ખુલ્લો અને સાફ ઊછેર મળે તો ક્ષમતા અને એ જેને માટે છે તે પૂરી રીતે પોષીત થઈ શકે.

એ પાક વ્યક્તિત્વ પછી વધુ ઉમદા કાર્યોમાં જોડાઈ શકે.


મોટેભાગે જીવન સમજ મેળવવામાં અને ત્યારપછી એ માટે સ્વચ્છ થવામાં જ ખર્ચાઈ જતું હોય છે.

પ્રભુ દર બાળકને રાહની ભાળ બક્ષે...

 જય હો પ્રભુ...

સાદર...

- મોરલી પંડ્યા 
ડિસેમ્બર, ૨૦૧૭

Flower Name: Aganosma roxburghii
Significance: Rising Star

No comments:

Post a Comment