Monday, 13 April 2020

ફક્ત દેખીતું માધ્યમ...


વાદવિવાદ તો ફક્ત દેખીતું માધ્યમ
મૂળે થોપાતો એક પર બીજાનો અહંકાર

દલીલો થકી પ્રદર્શિત થતો આક્રમક
પણ હકીકતે તો ઘવાતા અહંનો પ્રહાર

જ્યાં સમજ સમાંતર ને પ્રયાસ જીત-હાર
શાંત રહી પસાર થવા દેવો વિના એકેય હુંકાર

અર્પણમાં મૂકતાં રહી પધરાવવો પ્રસંગ તમામ
લાગતાં વળગતાં મુદ્દા મર્મ પાસાં પક્ષો ભાગ

ધીરેથી સમજ ઊભરશે બંને પક્ષે જેની જેને જરુર જ્યાં
એકમેળ આવે એકમેક પ્રતિ ને અંતરનું સન્માન...

પ્રભો... નિરીક્ષક દિવ્યમાન!

એપ્રિલ ૨૦૨૦


Flower Name: Eucalyptus
Eucalyptus, Australian gum, Gum tree, Ironbark, Stringybark
Significance: Abolition of the Ego
One exists only by the Divine and for the Divine.

Sunday, 12 April 2020

છતું કરો રહસ્ય...


રહસ્ય છતું કરો પ્રભુ, કે જડની જડતા છૂટી જાય
મંથન વિઘટનનાં પ્રવર્તમાન વાદળો વગર વરસે વીખરાય જાય

અકબંધ રાઝમાં તાકત! બસ, એકવાર છતી થાય
ગાંઠ જેવી ખુલી, અસર ઓગળી, સહજતામાં ભળી જાય

અજાણ્યું મતિને ત્યાં સુધી નિદાન સમીપ ન પહોંચાય
જરુર કંઈક હજી રહ્યું કાચું જે ફક્ત લક્ષણોને હંફાવવા જાય

લઈ જાઓ મૂળ સુધી, જ્યાં જ્યાં જે રોગતત્ત્વ વરતાય
આ જીવન બહુ મહામૂલું, એ ભેટને એમ જ કેમ વેડફાય!

હળીમળીને રહેવું, સંગ આંતરિક અંતર સન્માન ને શાણ
ઘણું ઘણું જીવન, જીવતરને સદ્ધરતું, કેટકેટલો અવકાશ...

પ્રભુ, તવ ઘડી મૂડી જીવે અહીં, લણવા તવ તણું વ્યાજ
હિંમત પણ તો તવ જણી, શું આમ ઝઝૂમવા જીવન તમામ?

પ્રભુ, છતું કરો રહસ્ય આજ...સર્જનમાં વહાવો કૃપાધાર...

પ્રભો...

એપ્રિલ ૨૦૨૦


Flower Name: Petrea volubilis
Purple wreath, Sandpaper, Queens-wreath, Bluebird vine
Significance: Spiritual Power of Healing
Opening and receptivity to the Divine influence.

Saturday, 11 April 2020

નીરખ...


હે માણસ,

પશુવૃત્તિ ડોકાઈ જાય
તો શમાવી માનવઆવૃત્તિ જણ
હે માણસ, તું તને નીરખ...

વામણી આઝાદી ઉજવાઈ જાય
તો હડસેલી અન્યો પ્રતિ દરકાર પરખ
હે માણસ, તું તને નીરખ...

નાતજાત વંશવારસામાં મ્હાલી જવાય
તો મુલત્વી રાખી મર્મકર્મથી મહાત કર
હે માણસ, તું તને નીરખ...

લક્ષ્મીકૃપા દુર્વ્યયે વેરાયી જાય
તો ધરા તણાં દિવ્યકાર્યોમાં વહેંચાતી કર
હે માણસ, તું તને નીરખ...

હુન્નર કાબેલિયતથી અહં પોસાઈ જાય
તો શીખનાં ઊંડા મૂળિયાં જડ
હે માણસ, તું તને નીરખ...

વર્તનથી અન્યને દુભાવી દેવાય
તો હ્રદયેથી તપાસી ક્ષમા પહેલ કર
હે માણસ, તું તને નીરખ...

ખોખલાં શબ્દો વ્યવહારોમાં સરી પડાય
તો પ્રામાણિક ઈરાદા આચરણને મુખર કર
હે માણસ, તું તને નીરખ...

સમગ્ર સૃષ્ટિ સન્માનનીય જણાય
એવું દર એક કણ ક્ષણમાં સંધાન ઉગવ
હે માણસ, તું તને નીરખ...

ને પછી તું જ તારી શરુઆત બન 
ને પછી આરંભ જ આરંભ ઉજવ
હે માણસ, તું તને નીરખ...

પ્રભો...

એપ્રિલ ૨૦૨૦



Flower Name: Senecio
Groundsel
Significance: Observation
Likes to prolong its attention in order to see better.

Friday, 10 April 2020

હસ્તપ્રક્ષાલન ...


હસ્તપ્રક્ષાલન ન એક શારીરિક વિધી
કંઈ કેટલાય પ્રભાવો ભૂંસતી રીતશુદ્ધિ

એક સંદર્ભ ફક્ત ઉદ્-ભવ્યો ને આ સ્થિતી
મૂળે ઘણાં વલણો-વળગણો ધોવાશે તદ્યપિ

વેદોએ વર્ણવ્યાં છે પ્રક્ષાલન જે જે જરુરી
હસ્તને જોડ્યાં કર્મ સંગે ને કર્તા વતી

અજાણ્યાં, અભાન કાર્યો જે ધરા ભારી
દરેકે ધોઈ ધોઈને કરવી રહી સફાઈ

દરેકવાર થકી સાથે આંતરિક વૃદ્ધિ
બહુ નજીવી પણ પર્યાપ્ત ચડતી ગતિ

સભાનતા સતર્કતા ને સામુહિક આવૃત્તિ
ભૂમિ કર્તવ્ય સંગે ગુહ્યસ્તરે પરિવર્તને સમષ્ટિ...

પ્રભો...ખરી તવ ગોઠવણી...

એપ્રિલ ૨૦૨૦

Flower Name: Viburnum plicatum
Japanese snowball
Significance: Collective Purity
A very precious achievement, but difficult to obtain.

Thursday, 9 April 2020

ફરક છે...


ફરક છે...

ઉણપ - નથી ખોટ કાયમી 
પણ અવરોધક પ્રતિ વૃદ્ધિ
તેથી પલટાવવી રહે જરૂરી...

દરેકમાં કંઈક ને કંઈક ખામી
આવશ્યક ને પ્રગતિની નિશાની
સ્વીકાર ને સુધાર બંને જરૂરી...

અર્થ એમ નહીં કે જાતમૂલવણી
ખોટી ને પ્રકૃતિવશ કે વિરોધી
તટસ્થ સ્વસ્થ સાક્ષીભાવથી જરૂરી...

ન અહંકારી દ્રષ્ટિથી જે સર્વેથી ઉપરી
કે નમાલી દયનીયતા ન સ્વસહાયકારી
પણ કૃતજ્ઞતા સભર પ્રયાસ જરૂરી...

અવસર જીવનપર્યંત ... અમલ જરૂરી ...

પ્રભો...

એપ્રિલ ૨૦૨૦

Flower Name: Beloperone guttata
Shrimp plant, Mexican shrimp plant. Shrimp bush, False hop
Significance: Thirst for Perfection
Constant and manifold aspiration.

Wednesday, 8 April 2020

સુષુપ્તમાં બેઠી ...


ખૂણેખાંચરેથી વીણી વીણી શોધી
તારવી ચાળી ઓગાળવી બરબાદી

મનુષ્ય સુષુપ્તમાં બેઠી ને વિસ્તરતી
બગાડની વિનાશક છુપી વૃત્તિ

નુકસાન હાર પ્રહાર સંહાર ગુંથતી
દર ક્રિયા વર્તનમાં ‘ખરાબ’ શોધતી

ધુંધળું નકારાત્મક ભાવિ દેખતી
ને સર્વકંઈમાં ઊણપને સજાવતી ગ્રંથી

બંધિયાર મનોવૃત્તિમાં ખૂબ પોષાતી
અર્ધજાગ્રતિમાં જાણે શાસિત સામ્રાજ્ઞી

નિંદ્રાઅવસ્થાને પણ પરમપાદે પધરાવી
રક્ષિત કરવી રહે નિંદ્રા દરમ્યાન પ્રવૃત્તિ

પ્રભાતે જ્યારે ખુલે મનમતિ સ્થિતિ
અકબંધ મળે તાજગી ને હ્રદયે પરમ હાજરી...

પ્રભો...

એપ્રિલ ૨૦૨૦


Flower Name: Cynoglossum amabile
Chinese forget-me-not
Significance: Subconscient Remembrance
Must be purified of all that is useless.

Tuesday, 7 April 2020

ભાષા ... તો એક માધ્યમગતિ!


ભાષા તો વાકની પ્રવૃત્તિ
એ તો એક માધ્યમગતિ

વાક ઉદરે અનહદ સમૃદ્ધિ 
કંઈક અસંખ્યો અભિવ્યક્તિ

છૂપી હજી અસીમ જ્યોતિ
અવિચળ અકળ ઉપસ્થિતિ

માનવક્ષમતા હજી કંઈક છેટી
વાક ધરવાને હજી ઉણી તૈયારી

શબ્દો ઉતારે જ્યારે સમજ મૂંગી
સચોટ વ્યક્તવ્યો ને સૂચક સૂચી

અગણિત રીતે વર્ણવે એક જ સ્થિતી
સંદર્ભોમાં ગોઠવે ખાસ શબ્દ લ્હાણી

ભાષાજ્ઞાનથી વિશેષ જરૂરી
અજ્ઞાની પણ સમજી શકે જો અનુભવી...

વાક પહોંચે જ્યાં જ્યાં અભિવ્યક્તિની તૈયારી સાચ્ચી...

પ્રભો...

એપ્રિલ ૨૦૨૦


Flower Name: Leucanthemum X superbum Chrysanthemum Xsuperbum
Shasta daisy
Significance: Creative Word
Belongs only to the Divine

Monday, 6 April 2020

ખરો ... હિસાબ...


બુદ્ધિ માણે છે આરામ
ને પૃથ્વીને મળ્યું તરંગોવિહીન ‘હવામાન’

સમીકરણોમાંથી શાંત
ને કુદરત ઉજવે માનવવિહોણું સામ્રાજ્ય

મનોવૃત્તિઓ બાકાત
ને પ્રકૃત્તિ દીસે સોળે કળાએ સૌંદર્યવાન

હરકતોમાં જરાક જ બદલાવ
ને અન્યજીવો અનુભવે સ્વતંત્ર મોકળાશ

બુદ્ધિજીવી ખતરાથી સભાન
ને પંચમહાભૂત પ્રદુષણવિહીન, વેરે સમૃદ્ધ સ્વ-ભાવ

અહો, આ કેવો સૂચક સંદેશ ને પ્રાવાધાન!
ભાગતો ફરતો રહેતો મનુષ્ય આજે ગૃહબંધક ને સમષ્ટિ જાણે વસંતબહાર...

પ્રભો! ખરો તવ હિસાબ...

એપ્રિલ ૨૦૨૦


Flower Name: Clerodendrum L. sp.
Significance: Divine Will Acting in the Inconscient
Is all-powerful even when we are not aware of it.

Sunday, 5 April 2020

Turn ... to your side ...


Turn the stride to your side
Make it blessings from the disguise 

Anyway one has to bear for a while
Absorb not, but accept to strike

Let not get consumed, leave aside
Stay within, to be ready to revive

The best times are hard to die
From within, keep them alive

The outer influences start thinning 
When the inner is not inclined 

Stay safe and intact in the inner life
If need be, temporarily create the divide 

Once over, offer it to absolve in the Divine Light
The Lotus Feet are way powerful than suffering of any kind...

Thank YOU...

April 2020


Flower Name: Hibiscus rosa-sinensis
Chinese hibiscus, Hawaiian hibiscus, Rose- of-China
Significance: Sweetness of Power Surrendered to the Divine (Sweetness of Auroville)
Sweetness itself becomes powerful when it is at the service of the Divine.

Saturday, 4 April 2020

મેળવ તાળો!


મેળવ તાળો! ખુદની જિંદગીનો,
શું હતો જરૂરી જે તે ઇરાદો વર્તાવ?
શું ઉપયોગમાં આવ્યો જે તે પસારો?
શું દેતો ગયો એ અમૂલ્ય પરિણામ!

પ્રશ્ન બહાર નહીં ખુદમાં ખોળવો
દર ઘટનાનો કોઈક જરૂર ઈશારો ગાઢ
ખુદે જ લેવો રહ્યો એનો ઈજારો
નથી બીજે ઉપચારો...કે કોઈ જવાબદાર

અહીંથી શરૂ ને અહીં સમાપન સમારોહ
આરંભ કર સમાપ્તિ ને નવીન દિશામાં પ્રભાત
ઉતાર જીવનમાં ઠોસ, જે કંઈ સમજાયું વિના છેકછાક
જો, ખુદનો સિતારો ને સ્ત્રોત કેવો બદલાય!

પ્રભુ, દેતો રહે બાંહેધરી ને વ્હાલ...

એપ્રિલ ૨૦૨૦


Flower Name: Fittonia verschaffeltii
Nerve plant. Silver net plant, Silver fittonia, Silver nerve
Significance: Application
Modest but harmonious.

Friday, 3 April 2020

ચક્કર ઓગળશે પ્રભુપાદ...



ચક્કર ઓગળશે પ્રભુપાદ...

અટકશે પુનરાવર્તિત વર્તુળો 
ને સીધી ચાલશે હારમાળ

પૂર્ણ થશે ગતનાં વમળો
ને નવીન ઉદ્-ભજવશે આધાર

વિરમી રહેશે પ્રવર્તતી ઘટમાળો
ને બદલશે જાગૃતિમાં સ્વ-ભાવ

નપુસંક થશે બહારી પડળો
ને જડત્વ લેશે ત્યાગી સન્યાસ

ખરશે ચીટકેલાં તમસ પ્રભાવો
ને અસ્તિત્વ નીખરશે સમૃદ્ધિવાન

નવનિર્માણ રચશે ભૂમિ પર ઉર્ધ્વો
ને મનુષ્ય શ્વસી રહેશે નવ દિવ્ય પ્રકાર પડાવ...

પ્રભો...

એપ્રિલ ૨૦૨૦


Flower Name: Cordyline terminalis
Ti, Good-luck plant, Hawaiian good-luck plant
Significance: Return
The salvation of those who have gone astray.

Thursday, 2 April 2020

સંકેત ને સૂચક કહેણ ...




મોકલે છે સંકેત ને સૂચક કહેણ
હે માનવ, જો તવ જાતિનો કહેર!

કુદરત પણ જાગૃત થઈ, થામી રેણ
વાત વધી ઘણી આગળ, બચાવવા શેષ

બુદ્ધિનો પ્રભાવ ને એકપક્ષી રીતરહેણ
જાણે એ એક જ સજીવ સર્વોપરી સવિશેષ 

બીજી સર્વે જાતિ તત્વધારી કે સસ્તન
જાણે ફક્ત આહાર કે મનોરંજન પરત્વે જ!

અન્ય સન્માનનીયને ગણી વામણાં, મૂક બહેર
મારી કુલ્હાડી ખુદ પર ને દીધો વિકાસ વધેર

તું જ તારી જાતિમાં આજ એકલતાનો શિકાર ને પિંજરે કેદ
ને જો કુદરત કેવી ઉજવે માનવવિહીન ક્ષણ પ્રત્યેક

પક્ષીઓ હિલ્લોળાં લેતાં જાણે વધાવે આ સંકેત
ને ખડા અર્વાચીન ખોખાઓમાં પશુજાતિ ટહેલે વગર ભય લગીરેય

વૃક્ષો પાનખરે પણ જાણે ઊભા માણે અસ્તિત્વ ભેટ
આભ આખું ખુલ્લું, ઉત્સવે ખુદનો રંગ, સુગંધ ને પહેરવેશ!

વાહ પ્રભો!

એપ્રિલ ૨૦૨૦


Flower Name: Papaver rhoeas
Corn poppy, Field poppy, Flanders poppy, Shirley poppy
Significance: Spontaneous Joy of Nature
It is man who has made Nature sorrowful.