Thursday, 2 April 2020

સંકેત ને સૂચક કહેણ ...




મોકલે છે સંકેત ને સૂચક કહેણ
હે માનવ, જો તવ જાતિનો કહેર!

કુદરત પણ જાગૃત થઈ, થામી રેણ
વાત વધી ઘણી આગળ, બચાવવા શેષ

બુદ્ધિનો પ્રભાવ ને એકપક્ષી રીતરહેણ
જાણે એ એક જ સજીવ સર્વોપરી સવિશેષ 

બીજી સર્વે જાતિ તત્વધારી કે સસ્તન
જાણે ફક્ત આહાર કે મનોરંજન પરત્વે જ!

અન્ય સન્માનનીયને ગણી વામણાં, મૂક બહેર
મારી કુલ્હાડી ખુદ પર ને દીધો વિકાસ વધેર

તું જ તારી જાતિમાં આજ એકલતાનો શિકાર ને પિંજરે કેદ
ને જો કુદરત કેવી ઉજવે માનવવિહીન ક્ષણ પ્રત્યેક

પક્ષીઓ હિલ્લોળાં લેતાં જાણે વધાવે આ સંકેત
ને ખડા અર્વાચીન ખોખાઓમાં પશુજાતિ ટહેલે વગર ભય લગીરેય

વૃક્ષો પાનખરે પણ જાણે ઊભા માણે અસ્તિત્વ ભેટ
આભ આખું ખુલ્લું, ઉત્સવે ખુદનો રંગ, સુગંધ ને પહેરવેશ!

વાહ પ્રભો!

એપ્રિલ ૨૦૨૦


Flower Name: Papaver rhoeas
Corn poppy, Field poppy, Flanders poppy, Shirley poppy
Significance: Spontaneous Joy of Nature
It is man who has made Nature sorrowful.

No comments:

Post a Comment