ભયથી ગમગીન થયાં વગર ભયને ભયભીત કર
બુદ્ધિથી વિચ્છેદ કરી ભયની તીવ્રતાનો કરવો વધ
વિભાગ વિશ્લેષ્મને કાર્યાંન્વિત કર રાખી અગ્ર
સર્વપ્રથમ તો ભયનો ચહેરો ખોળી નવેસરથી ઓળખ
ક્યાંક ઊંડે ભૂતકાળની કોઈ કડી સાથે મળશે સગપણ
હશે એ કોઈ પ્રસંગની યાદ, સંવાદ, છાપ મનપટ પર
ભલે માનસિક, પણ જાણે, હાથથી ચૂંટી કર અલગ
ને જડી દે એનું સ્થાન કાયમી કોઈ કૂડાદાની મધ્યે તદ્દન
બે-ત્રણવાર આવે ફરી ફરી તો એ જ વિધીથી વરત
સાક્ષી તટસ્થભાવે બહારથી આવતા વટેમાર્ગુ તરીકે નીરખ
ભાવ શમી જશે ત્યાં જ જ્યાં ન કોઈ આવકાર કે અસર
મનબુદ્ધિથી ઘડવું આંતરિક તંત્ર સાબદું ને રક્ષિતકવચ
આ થયું એક સ્તરનું નિરૂપણ...
સ્થૂળનું સુક્ષ્મ પ્રબંધક...
પ્રભો...
એપ્રિલ ૨૦૨૦
Flower Name: Amaranthus caudatus
Love-lies-bleeding, Velvet flower, Tassel flower
Significance: Fearlessness in Action
Manifold, unfettered and fearless.
No comments:
Post a Comment