Tuesday, 14 April 2020

આરોહણ-અવતરણ ...

 

આરોહણ-અવતરણ જ્યારે સહજસ્થિતિ
અસ્તિત્વ મહીંથી બાહ્યે વર્તુળાકાર ગતિ

મસ્તિષ્કથી પાદ સુધી અવતરણ વિધી
ને ત્યાંથી વળતી પાછી ઉર્ધ્વે અર્પણ થકી

વળી પાછી અવતરતી તાજી શુદ્ધિ જરુરી
ને ભરી દેતી અસ્તિત્વ સમસ્ત ને ફરી વળી

તત્ત્વ આલિંગતી ગોળાકારે અવિરત વહેતી 
અસ્તિત્વ ભેદી વરતાતી વર્તુળાકાર શક્તિ

સામાન્ય જાણે, સ્વયંભૂ સ્વચાલિત સ્થાયી
ભીતરે સઘળું તન્મય તદ્રુપ આજન્મા કૃતજ્ઞી

ભીતરેથી ચૈતન્ય નીરખે ગુહ્ય ગહન ગતિરીતિ
ને માણે સુક્ષ્મ-સ્થૂળ-સુક્ષ્મ-સ્થૂળ ચક્રાકાર પ્રવૃત્તિ...

અહો પ્રભો! સર્વકંઈ તવ આભારી...

એપ્રિલ ૨૦૨૦


Flower Name: Hibiscus mutabilis
Cotton rose, Confederate rose mallow
Significance: The Divine Grace
Thy goodness is infinite, we bow before Thee in gratitude.

No comments:

Post a Comment