રહસ્ય છતું કરો પ્રભુ, કે જડની જડતા છૂટી જાય
મંથન વિઘટનનાં પ્રવર્તમાન વાદળો વગર વરસે વીખરાય જાય
અકબંધ રાઝમાં તાકત! બસ, એકવાર છતી થાય
ગાંઠ જેવી ખુલી, અસર ઓગળી, સહજતામાં ભળી જાય
અજાણ્યું મતિને ત્યાં સુધી નિદાન સમીપ ન પહોંચાય
જરુર કંઈક હજી રહ્યું કાચું જે ફક્ત લક્ષણોને હંફાવવા જાય
લઈ જાઓ મૂળ સુધી, જ્યાં જ્યાં જે રોગતત્ત્વ વરતાય
આ જીવન બહુ મહામૂલું, એ ભેટને એમ જ કેમ વેડફાય!
હળીમળીને રહેવું, સંગ આંતરિક અંતર સન્માન ને શાણ
ઘણું ઘણું જીવન, જીવતરને સદ્ધરતું, કેટકેટલો અવકાશ...
પ્રભુ, તવ ઘડી મૂડી જીવે અહીં, લણવા તવ તણું વ્યાજ
હિંમત પણ તો તવ જણી, શું આમ ઝઝૂમવા જીવન તમામ?
પ્રભુ, છતું કરો રહસ્ય આજ...સર્જનમાં વહાવો કૃપાધાર...
પ્રભો...
એપ્રિલ ૨૦૨૦
Flower Name: Petrea volubilis
Purple wreath, Sandpaper, Queens-wreath, Bluebird vine
Significance: Spiritual Power of Healing
Opening and receptivity to the Divine influence.
No comments:
Post a Comment