Wednesday, 20 May 2020

... નથી મળતો ઉકેલ, ...


બહુ જ ગમતું જ્યારે જતું કરવાનું આવે
બુદ્ધિ એકધારી દલીલોમાંથી ન પરવારે

યેનકેન પ્રકારે ખરીખોટી પેરવી સંભળાવે
અલબત્ મન મહીં જ, અગણિત ચાલે

‘કેમ નહીં’ ને ‘મને જ કેમ’ બેસુરાં આલાપે
ભાવનાં ઝંઝાવાતો અતિત ભરીને ઠાલવે

ખુણેખાંચરેથી વિસરેલ સ્મૃતિઓ ખડકાવે
સાચાં ખોટાં ને ફરિયાદમાં વળી પાછું જતાવે

બસ! સમજી જવું ને મક્કમ થઈ “ન જવું ક્યારે
એ બાજુ પુરાણી ને આગળ નથી વધવું મારે”

એ જીવંત થતાં ભૂતકાળ સંદર્ભદ્રશ્યો સથવારે
નથી મળતો ઉકેલ, પરિસ્થિતિ માટે જે અત્યારે

દર ઘટનાનો જુદો સંકેત ને જુદું આયોજન જ્યારે
જુનાં સમજ-સાન કેવી રીતે યોગ્ય જવાબ આપે?

એકત્રિત થઈ જાતમાં ને જે અંદર ઉતરી જાણે
ઉત્તર ને દાયિત્વ, બંનેથી ઝટ પડાવ પાર પાડે

ને અર્પણ માર્ગ સુગમ રાખે...

પ્રભો...

મે ૨૦૨૦


Flower Name: Euphorbia milii
Crown of thorns, Christ thorn
Significance: Concentration
Does not aim an effect, but simple and persistent.

Tuesday, 19 May 2020

ધરી રહી સમસ્તભાર ...


કૃતજ્ઞ અહીંથી ઓ ધરતી માત
તવ ઉદરે ધરી રહી સમસ્તભાર

દરેક ગતિવિધી, જાણ અજાણ
આરંભતી કોક કે વિરમતી ક્યાંક

દરેક અંશ તવ તણો જ સદાય
તેજ, નિસ્તેજ, અડીખમ કે વિહીન શ્વાસ

દરેક વિવિધ જીવ તુજનાં મૌન પ્રકાર
વહેતાં, ખડાં, હરિયાળાં ને શાંત

દરેક ગગન ચુમતાં ધારી ટોચ કે ઉડાન
તવ તણાં સર્જનો, મહીં તું જીવે સાક્ષાત

દરેક નભતાં તવ ભૂમિએ - તવ સંસાર
સર્વે શક્તિપ્રવાહો જે ચલવે એ એ વંદનપાત્ર...

સમગ્રની સમષ્ટિને અહીંથી આભાર...

પ્રભો...

મે ૨૦૨૦


Flower Name: Ceiba pentandra
Kapok, White silk-cotton tree
Significance: Material Enterprises
Many projects, many attempts, many constructions.

Monday, 18 May 2020

દેહ ભેદતાં આરપાર...



સુક્ષ્મનાં પ્રવાહો દેહ ભેદતાં આરપાર
મસ્તિષ્ક ઉર્ધ્વેથી પાદ વીંધતાં લગાતાર

ભારોભાર સત્ શક્તિ આનંદ જ્ઞાન
ઉતરતાં ને વિસ્તરતાં વિશ્વવ્યાપ

વળી અર્પણે પધરાતાં સીધાં તમામ
જે કંઈ ઓળખાયાં માર્ગમાં ભરી કચાશ

વમળો રંગ રંગીન ને વર્તુળાકાર
કે શ્વેત મલમલી સીધા ટટાર દંડ સમાન 

અવતરણ ને ઉર્ધ્વગમન તત્ પશ્યાત
ને વળી શુદ્ધ થઈ ઉતરતાં અવિરત નિતાંત 

શરીર આકાર તો ફક્ત ઇન્દ્રિયોનો ભાસ
હકીકતે કાર્યરત બસ! ચેતનાપ્રવાહ...

પ્રભો...

મે ૨૦૨૦


Flower Name: Saponaria
Soap-won, Bouncing Bet
Significance: Right Use of the Granted Grace
No deformation, no diminution, no exaggeration, a clear sincerity.

Sunday, 17 May 2020

... તક ‘રાત’!


નિંદ્રાધીન રહેવું પ્રતિ અંધકાર
આંખ મીંચીને કરી લેવો આરામ

રૂપક રૂપ જ ક્રિયાક્રમ નિશા-સવાર
ઉજાસે સક્રિયતા ને રાત્રિમાં શાંત

ગ્રસી લેવું વિસ્તરી રહેવું દરમ્યાન
પરોઢથી અસ્ત સૂર્ય સાથસાથ

ન પ્રતિક્રિયા ન અપેક્ષા ન પ્રતિ-ભાવ
જ્યાં તિમિર માંડે ડગ ને કરે શરૂઆત

ઇન્દ્રિયો ઢાંકીને અંદરે આરંભવું કામ
આંતર સૂર્યને પહોંચવા પ્રારંભવી તક ‘રાત’

નિતાંત સમર્પણ એક અટૂલો ઉપાય
કુદાવે દિનરાતનાં ચક્કર ને સતત દિવ્યઉજાળ...

પ્રભો તણો પરમહાથ અનંતકાળ...

મે ૨૦૨૦ 


Flower Name: Buddleja
Butterfly bush, Summer lilac
Significance: Refinement
Little by little, coarseness is eliminated from the being.

Saturday, 16 May 2020

પૃષ્ઠભૂમાં સંદેશ ...




ફરી ને ફરી આવે ટકરાવ
સમજવાનો રહે એ પડાવ

અભિગમ વર્તન નાયાબ
જરૂરી અમલીકરણ સમય માંગ

સમજ વલણ વિચાર વ્યવહાર
દર સ્તરે ને આંતર શાણે ખાસ

સંવાદિતા દર પ્રકારની જરૂરિયાત
વ્યક્તિ વિશેષ મહીં ને પરિબળો બાહ્ય

સઘળું એક મુદ્દે ને મુદ્દો જ પ્રમાણ
જે પ્રતિ સર્વ સંમત વિના વિવાદ

ન અહં ન મરજી ન પ્રાધાન્ય ભાન
ફક્ત હિત સ્નેહમય ને શુભભાવ

ઘટનાઓનો તો ફક્ત આભાસ
પૃષ્ઠભૂમાં સંદેશ સૂચક પર્યાપ્ત

શીખની અનુમતિ ને અનુમંતા સભાન
સાથે અર્પણમાં ઘટનાક્રમ ને દર ભાગીદાર

ખુલ્લાપણાંમાં શુદ્ધ સુબુદ્ધિ આવકાર
તો જ ને તુરંત આવતો જીવનમાં બદલાવ...

પ્રભો...

મે ૨૦૨૦


Flower Name: Calliandra
Powderpufftree, Powderpuff
Significance: Striving towards Wisdom
A bit of wisdom is welcome.

Friday, 15 May 2020

ઘડાય... જ્યારે, મેળવે ભૂમિકા ...


અનુભવથી જ મળે શીખ, સમજ સભાન
બુદ્ધિ સમજે આ જ, એ એક જ માર્ગ

પછી દર અનુભવનાં તારણો બને યાદ
ભરી રાખે યાદદાસ્તમાં ભવો નિતાંત

માને ભંડોળ પોતીકો ને વિશ્વાસપાત્ર 
હાથવગો ને સંદર્ભ સહિત અકબંધ ક્યાંક

વ્યવસ્થિત ધરબાયેલ થપ્પી થાતો દરવાર
સુષુપ્તિમાં સળગતો ને બનવા અનુભવ તૈયાર

ચક્કરોમાં મૂકે માનવને આમ જ હજારવાર
એની એ વાત ફક્ત સંદર્ભમાં જ બદલાવ

થકી અવતરણની શક્તિ ને સ્ત્રોતની તાકાત
ઘડાય બુદ્ધિ જ્યારે, મેળવે ભૂમિકા ને ખોવે પ્રભુત્વ તમામ...

પ્રભો...

મે ૨૦૨૦


Flower Name: Cynoglossum amabile
Chinese forget-me-not
Significance: Subconscient Remembrance
Must be purified of all that is useless.

Thursday, 14 May 2020

ફક્ત માધ્યમ ધારદાર ...



બુદ્ધિ માને કર્યું એણે મહાન કામ
અશક્ય જ હતું એ વગર સાવ

ન જાણે કે શક્યતાનાં ભાગાકાર
પરે કશુંક વિશેષ જે જવાબદાર

બુદ્ધિ તો ફક્ત માધ્યમ ધારદાર
જે કેળવાય તો જરૂર બને લચકદાર

ન સર્જન ન સ્પંદન ન સ્વયંભૂ જોડાણ
બની શકે ફક્ત અબાધિત સ્થાન

ઉતારવા અવતરિત સમજ જ્ઞાન
વિના સ્પર્શ અને વહાવવા જ માત્ર

અદ્-ભૂત સાધન જો સંમતિથી સાથ
નહીં તો ધડે મતિ-રતિનાં શૂન્યાવકાશ ...

પ્રભો...

મે ૨૦૨૦


Flower Name: Tagetes
Marigold
Significance: Plasticity
Always ready for the necessary progress.

Wednesday, 13 May 2020

ને બુદ્ધિને જાણે આફત!


બુદ્ધિની છટપટાહટ ક્યારેક ક્યાંય
અણસમજની બૂમાબૂમ ને ગભરાટ

અધ્યાત્મનાં માર્ગ પર વહેતા પ્રવાહ
સમ થવું રહે બુદ્ધિને પણ વહાવ

અચાનક અવતરતું નવીન ભાત
ને બુદ્ધિને જાણે આફત! ન સમજાય

ચૈત્યસ્થાાનેથી સહસા સમજ જાય
બુદ્ધિને ભરે શ્રદ્ધા સ્મિતથી જરાકમાં

મૂંઝવણ ઠરે ને ઓગળે બીજ સુધ્ધાં
નિરવ શાંતિમાં પાછું સર્વકંઈ શાંત

ક્ષણિકનો અનુભવ ને ક્ષણમાં સમાપ્ત
સ્વયંભૂ અસ્તિત્વમાં પાછો જણ સમગ્ર તૈયાર...

પ્રભો...ખરી કારીગરી તત્કાલ!

મે ૨૦૨૦


Flower Name: Trachymene coerulea
Blue lace flower
Significance: Perfect Working of the Mind
Can happen when the mind is determined exclusively to fulfill its role.

Monday, 11 May 2020

અદ્રશ્ય સફર ક્યાં હોત આમ?



હે શ્રી મા, 

આ ને તે બંનેમાં તવ પ્રભાવ 
તવ થકી જ શક્ય સર્વ તમામ

તુજ દીધો જ માર્ગે મળતો વિકાસ
તુજ થકી જ શક્ય ગતિ સડસડાટ

ઉપર અંદર આજુબાજુ ને બહાર
સઘળી દિશાઓ ખુલ્લી ને સાફ

જરૂરી વિસ્તાર ઊંડાણ ને ચડાણ
ખુલતાં ને ઓળંગાતા વિના બાધ

અદ્રશ્ય સફર ક્યાં હોત આમ?
તુજ ધરી બાંહેધરી ને તુજ સ્કંધે આમ

તુજ દીધાં સંકેત કે સ્વયંભૂ વ્યવહાર
પ્રત્યેકમાં તવ ધર્યાં દોરીસંચાર

પ્રભો પ્રભો ધન્ય ધન્ય ભવ આ ને ભવોભવ...

મે ૨૦૨૦


Flower Name: Nymphaea
Water lily
Significance: Wealth in the Most material Vital
Can be stable only after conversion.

રહેવું તૈયાર ...


માણસે જીવનપર્યંત રહેવું તૈયાર
કારણ, સમયે સમયે સમય બદલાય છે

એક સમયે ગણાતી દરકાર 
આજ ડખલગીરી જણાય છે

એક સમયે ગણાતી ચીવટ 
આજ બિનજરૂરી ઓળખાય છે

એક સમયે ગણાતી શિસ્ત
આજ સમયવ્યયમાં ખપાય છે

એક સમયે ગણાતો ગુણ, 
આજ હાંસીપાત્ર વરતાય છે

એક સમયે ગણાતાં સંસ્કાર
આજ અલગ સંસ્કરણમાં વટલાય છે

એક સમયે ગણાતો અભિગમ
આજ જુદા જ આકલનમાં અટવાય છે

એક સમયે સીંચી હતી રક્ષાપાળ
આજ એ જ મોરચાનો મુદ્દો ને પડકાર છે

સમયે સમયે ટંટોળતો સમય
ને સમય જ બનતો સમયની તપાસ છે

પ્રભો...

મે ૨૦૨૦


Flower Name: Clerodendrum paniculatum
Pagoda flower
Significance: Grouping
Indispensable for collective action.

Sunday, 10 May 2020

ઇન્દ્રિયોનું ખરું સંસ્કરણ ...



આજન્મા ઇન્દ્રિયો શીખે કૃત્રિમતા પારાવાર
ફક્ત બાહ્યે જે પરિચિત ને બાહ્યને સ્વીકાર્ય

આકલનમાં પણ એ જ મર્યાદિત અધૂરી વાત
ને એટલાં જ સીમિત મુદ્દે પરિપેક્ષ ને ખેંચતાણ

બોલબાલા જેની એવાં સપાટીનાં વ્યવહાર
તણી સફળતા પૂરતી જ ઉપયોગિતા ને વપરાશ

ઇન્દ્રિયોનું ખરું સંસ્કરણ અંતહેથી ઉજાળ
પાંચેયને ઊછેરે ચૈત્યાત્માનો ઝળાહળા પ્રકાશ

કંઈક જુદા જ નિયમો ને નિયમનનું જ્ઞાન
વિનિમય આકલનનું અનોખું ‘વિજ્ઞાન’!

સુક્ષ્મનાં સ્પર્શ સંવાદો શ્રુતિ ગંધ ને સ્વાદ
ઇન્દ્રિયો શીખે પૃથ્થકરણ, અમલ ને ગુહ્યસાર

એક અખંડ દોરીસંચાર સમીપે સતત સદાય
એ પણ દોરવણી હેઠળ થકી શ્રી પરમમાત...

પ્રભો પ્રભો તણો અગમ હાથ...

મે ૨૦૨૦


Flower Name: Clitoria ternatea
Blue pea, Blue vine, Butterfly pea. Mussel-shell creeper, Pigeon wings
Significance: Purified Senses
Can only be obtained by total surrender to the Truth.

Saturday, 9 May 2020

Life ... my friend ...


Life is my friend
Teaching at it’s best
By firmly holding my hand
Sometimes sailing through the quest

I adore this zest
In its arm fully embraced 
Moderation high! Sure states
The tided curves are just the percept!

A lot it gives and circulates 
In degrees, through dimensions 
At par with and in par excellence 
Molding and remolding the required shape

Concrete, solid and certain
The Divine light! The Origin! That ordinates 
The Beauty and Joy to commensurate 
In every breathe and momentous advent...

Thank you...

May 2020


Flower Name: Dendranthema Xgrandiflorum Chrysanthemum Xmorifolium
Florists' chrysanthemum
Significance: Life Energy
Powerful and manifold, meets all needs.