માણસે જીવનપર્યંત રહેવું તૈયાર
કારણ, સમયે સમયે સમય બદલાય છે
એક સમયે ગણાતી દરકાર
આજ ડખલગીરી જણાય છે
એક સમયે ગણાતી ચીવટ
આજ બિનજરૂરી ઓળખાય છે
એક સમયે ગણાતી શિસ્ત
આજ સમયવ્યયમાં ખપાય છે
એક સમયે ગણાતો ગુણ,
આજ હાંસીપાત્ર વરતાય છે
એક સમયે ગણાતાં સંસ્કાર
આજ અલગ સંસ્કરણમાં વટલાય છે
એક સમયે ગણાતો અભિગમ
આજ જુદા જ આકલનમાં અટવાય છે
એક સમયે સીંચી હતી રક્ષાપાળ
આજ એ જ મોરચાનો મુદ્દો ને પડકાર છે
સમયે સમયે ટંટોળતો સમય
ને સમય જ બનતો સમયની તપાસ છે
પ્રભો...
મે ૨૦૨૦
Flower Name: Clerodendrum paniculatum
Pagoda flower
Significance: Grouping
Indispensable for collective action.
No comments:
Post a Comment