બસ! ઓળંગવાની હોય છે દિવાલ
નાની મોટી જાત ભાત રંગ રોગાન
વિધવિધ રીતે જુદી પણ ભીંત સમાન
ખડી હોય છે અડગ ને ભીંસવા તૈયાર
ડરાવતી ને યાદ કરાવતી દિનરાત
મર્યાદિત છે માનવ ને ક્ષમતા ચડાણ
નહીં પામી શકે સંભવિત આયામ
દિવાલ સમ ખડી વિરોધની હારમાળ!
અટકવા નથી બની એ કિનાર
સંતાઈને ભરાયેલ ડર બેઠો જરૂર ક્યાંક
છતો કરવા ને ઓગાળવા થઈ સભાન
ઘડાતી રહે અજાણી ‘દેખાતી’ દિવાલ
પધરાવવી રહે દિવ્યચરણે વિના છેકછાક
ઝીણી ઝીણી વિગતોનું પોટલું ને ભાવ
સઘળું જાણે હકીકત ન હોય! એમ રહ્યું પધરાવ
ને શોષાતું જાય, અસરથી ને વરતાય મોકળાશ
ને થતી ધ્વંસ દિવાલો, વિના યાદ
કે ઉભરી આવે ક્યારેક થકી યાદદાસ્ત
એ સમૂળું શોષાઈ જતું વિના અપવાદ
જેટલી તીવ્રતા એટલું અર્પણમાં થતું સાફ...
પ્રભો, પક્કો જોડીદાર...
મે ૨૦૨૦
Flower Name: Lathyrus odoratus
Sweet pea
Significance: Gentleness
Always gracious and loves to please.
No comments:
Post a Comment