Friday, 8 May 2020

સતત ચાલતાં ક્રમચય સંયોજનો ...


બધું જ છે અહીં ધરતી પર અપાર
ને છતાંય ન કોઈનાં ભાગે હદબહાર

એક કરતાં બીજાં પાસે અલગ જરાક
ક્યાંક વધુ તો ક્યાંક ઓછું પ્રમાણ

આર્થિક ઉણપ પણ માનસિક તાકાત
ધગશ પ્રતિ આંબવાને ઊંચા આકાશ

ધની હશે તો નીકળે સ્વાસ્થ્યને પ્રશ્ર્નાર્થ
કે વ્યક્તિગત વર્તુળમાં ઊંચનીચ ક્યાંક

સતત ચાલતાં ક્રમચય સંયોજનો પારાવાર
અસ્તિત્વમાં અવિરત સમયાંતરે બદલાવ

વધઘટ સાથે સમયે સમયે કેન્દ્ર ને સુકાન
ફરતું રહે ને તે મુજબ પામે જરૂરી વિકાસ

દોડતું, ચાલતું રહે આમ ભવાટવી દરમ્યાન
એક નહીં, અનેકો જીવન એકને ભાગે જ્યાં

ઘણી ઘણી ‘યાત્રા’ ને જાતજાતનાં ‘કુંભસ્નાન’
દર સમય ને નીચોડ બનતો રહે શીખ ચડાણ

દર જમાપાસુ નક્કી કરે બાકી રહેતું ઉધાર
સંચિત એ ભંડોળ ઘડતો રહે જીવ ઉત્થાન

નિરંતર આ સફર ને અસીમ રહેતો અવકાશ
ફિકર નહીં...આવતું રહેશે આજ નહીં તો કાલ...

પ્રભો...

મે ૨૦૨૦


Flower Name: Plumeria rubra
Frangipani, Temple tree, Nosegay, West Indian jasmine, Pagoda tree
Significance: Psychological Perfection
There is not one psychological perfection but five. They are sincerity, faith, devotion, aspiration and surrender.
(Extract from a talk by the Mother)

No comments:

Post a Comment