આગ્રહ પણ બાધક સંપૂર્ણ સમર્પણ પશ્યાત
છુપાઈ બેઠી કોઈ એક ખાસ ફળની આશ
શિસ્તબદ્ધ ને એકાગ્રતા થવા દ્રઢ ને એકાગ્ર
પ્રવાહવહનની એ દિશા જરૂર રહેવી સભાન
ગ્રહણશીલતા કેળવવી વધુને વધુ ગહનગ્રાહ્ય
અંતરઆયામો વિસ્તરવા ઊંડે ને આસપાસ
મોકલવું કહેણ જો સપાટી પર સ્પષ્ટ વરતાય
ને ખલેલ અનુભવે જો ભીતરનાં શાંત વહાવ
મસ્તિષ્ક ઉર્ધ્વે હસ્ત પ્રસારી પધરાવવા પર્યાપ્ત
ખરું તાદાત્મ્ય ને ખરી ખરી તન્મયતા દેતાં જવાબ
ઓગળતાં વિગ્રહો વિરોધો બાધકો! નામોનિશાન
ન રહેવાં પામે ને આગ્રહનું વિશ્વ જડમૂળથી સાફ
અર્પણ આધારિત જરૂર ચાલે કર્મો ક્રિયા કાજ
પ્રયત્ન વગર! ને હોય ફક્ત ખુલ્લાપણાનો સ્વીકાર...
પ્રભો, ગોઠવતો સર્વકંઈ તત્કાલ...
મે ૨૦૨૦
Flower Name: Dianthus barbatus
Sweet William
Significance: Detailed Obedience
The obedience to the Divine Will ought to be total.
No comments:
Post a Comment