વાદળનું સમજસ્થાન!
ખરું જે, વરસી કે વિખરાઈ જાય
બીજું મનવાદળ! જે ઘડાતું જાય!
ખરું - વીજને સથવારે જાય
બીજાને હઠાવવા જોઈએ કડકાર
ખરું - દેખાતું ઘન ને ડિબાંગ
બીજામાં ભરી નરી કાળાશ
ખરું - ભરી ભરીને છૂપી ભીનાશ
બીજામાં અજ્ઞાન અભાન ને અહંકાર
ખરું - વરસી છોડે મહેક અપાર
બીજું ખુદનું ઘડતું રહે સામ્રાજ્ય
ખરું - ભળી માટી મહીં ખીલવે લીલાશ
બીજું છેટું થતું રહે, અહં જ બિંદુ નિશાન
ખરું - પલટાય મહીં ધરા જળ આભ
બીજું પરિઘમાં સંકોચાતું ખોખલું અનુમાન...
પ્રભો...
મે ૨૦૨૦
Flower Name: Gazania
Treasure flower
Significance: Seeking for Clarity
Likes to say clearly what it says.
No comments:
Post a Comment