દરિદ્રતા ક્યાંકથી પણ કરી શકે પગપેંસાર
ઇરાદો વિચાર વાણી વર્તન વ્યવહાર ભાવ
બસ! એક જરીક સરખો સંમત સ્વીકાર
ને ફરી વળે સમગ્ર અસ્તિત્વમાં, કાયમી નિવાસ
અછત ઉણપ નાનમ ઉદાસીન બેદરકાર
કે ઉદ્ધત અડબંગ ઉડાઉ વ્યય બેહિસાબ
એવાં કંઈક પ્રવાહો થકી ઘુસી ઠરીઠામ
બેય અગ્રિમો એક જ મૂળનાં બાજુભાગ
ફક્ત આર્થિક ઉપલબ્ધિ નથી ધની તમામ
જરુરી પરિભ્રમણ જ સુવ્યવસ્થિત ઉપાય
વહેતા વહેણમય ને વહાવવું સર્વકંઈ આવકાર્ય
પ્રવાહિતા જ સમગ્ર વૈશ્વિકચૈતન્યનું પ્રાવાધાન...
પ્રભો...
મે ૨૦૨૦
Flower Name: Nymphaea
Water lily
Significance: Wealth
True wealth is the wealth that one offers to the Divine.
No comments:
Post a Comment