Wednesday, 6 May 2020

ખુલ્લાપણાંનું મહાત્મ્ય ...



જાત પ્રયત્ન કરતાં ખુલ્લાપણાંનું મહાત્મ્ય
સમર્પણ સંપૂર્ણ પશ્યાત એ જ અસરદાર

મનષા અભિગમ એષણા કાર્યસૂચિ તમામ
ક્યાંય પણ અતીતની ન હોવી લગીરે છાંટ

સર્વકંઈ પધરાવતાં રહેવું ને ધરવાં ક્રિયાકાજ
ઘરેડને તોડવી જે ચાલતી હતી સુધી દિનઆજ

સક્રિય અર્પણ દર પળ તણું ને ભણી સભાન
આપોઆપ વણાતું રહે જેમ જરૂરી જેવું જ્યાં

તદ્યપિ બુદ્ધિ પણ ખુલતી ને ખોલતી આયામ
નવાં ને વિના વપરાયેલ પ્રદેશો ઉપયોગી અપાર

ખ્યાલ ધારણા વિચાર હેતુ સુધી જ ન મર્યાદ
અમલીકરણ ને પરિણામ જરૂરી ગોઠવે એ પ્રવાહ

કર્મ ઘડાતું એમ ક્યાં તો સરણી ભણી દિવ્યમાર્ગ
પગથિયું અથવા સ્થિતિ! ખુલ્લું તેટલું ગ્રાહ્ય ધારદાર ...

સર્વકંઈ અર્પણ-સમર્પણમાં સહજ આસાન...

પ્રભો...

મે ૨૦૨૦


Flower Name: Nerium oleander
Oleander, Rosebay
Significance: Surrender of All Falsehood
Let us offer all our falsehoods to the Divine so that He may change them into joyous truths.

No comments:

Post a Comment