બહુ જ ગમતું જ્યારે જતું કરવાનું આવે
બુદ્ધિ એકધારી દલીલોમાંથી ન પરવારે
યેનકેન પ્રકારે ખરીખોટી પેરવી સંભળાવે
અલબત્ મન મહીં જ, અગણિત ચાલે
‘કેમ નહીં’ ને ‘મને જ કેમ’ બેસુરાં આલાપે
ભાવનાં ઝંઝાવાતો અતિત ભરીને ઠાલવે
ખુણેખાંચરેથી વિસરેલ સ્મૃતિઓ ખડકાવે
સાચાં ખોટાં ને ફરિયાદમાં વળી પાછું જતાવે
બસ! સમજી જવું ને મક્કમ થઈ “ન જવું ક્યારે
એ બાજુ પુરાણી ને આગળ નથી વધવું મારે”
એ જીવંત થતાં ભૂતકાળ સંદર્ભદ્રશ્યો સથવારે
નથી મળતો ઉકેલ, પરિસ્થિતિ માટે જે અત્યારે
દર ઘટનાનો જુદો સંકેત ને જુદું આયોજન જ્યારે
જુનાં સમજ-સાન કેવી રીતે યોગ્ય જવાબ આપે?
એકત્રિત થઈ જાતમાં ને જે અંદર ઉતરી જાણે
ઉત્તર ને દાયિત્વ, બંનેથી ઝટ પડાવ પાર પાડે
ને અર્પણ માર્ગ સુગમ રાખે...
પ્રભો...
મે ૨૦૨૦
Flower Name: Euphorbia milii
Crown of thorns, Christ thorn
Significance: Concentration
Does not aim an effect, but simple and persistent.
No comments:
Post a Comment