Monday, 4 May 2020

મહા અભિયાન ...


વૈજ્ઞાનિક ને આધ્યાત્મિક નિચોડ જણાવવો આજ
શારીરિક સંબંધ છોડતો મનસચિત્ત પર ઊંડી છાપ

મન મતિ પ્રાણ ચેતાઓ ને પૂરાં શરીરની લે-આપ
સંકળાઈ હોય ને સાથે ભાવ ચેષ્ટાઓ ને પ્રતિભાવ

બધું જ અનુભવ પછી પણ સતત જીવતું રહે ક્યાંય
ગહન અસરો છાપે મહીં દર કોષ રુધિર મજ્જા માંસ

ને પ્રભાવો વધુ જેટલાં આવર્તનો ને ઘટનાઓ વારંવાર
સઘળાં અસ્તિત્વ પર છોડી હોય વિધવિધ ક્રિયાની યાદ

સમગ્રની શુદ્ધિ સમયે થતું પારાવાર બાધક પૂરવાર
એ યાદદાસ્તમાંથી નિર્મૂળ થવું એ બને મહા અભિયાન

પ્રભો...

મે ૨૦૨૦


Flower Name: Anthurium andreanum
Flamingo flower, Flamingo lily, Oilcloth flower
Significance: Purified Sex-Centre
Is transformed into a force for progress.

No comments:

Post a Comment