કશું જ નથી અહીં જેની જક્કડ વ્યાખ્યા
સત્યની સત્ય પ્રતિ સતત પ્રયાણ પ્રક્રિયા
નથી એક સ્તર ભણી વણાયેલ ગાથા
કે હદપર્યંત પ્રયાસો પૂરતા સીમિત ક્યારા
અહીં તો એકમાંથી અનેકો ખુલતાં પિટારા
ને દરેકની પોતાની જરૂરિયાત ને હવા!
વળી વળી બદલાતાં વાતાવરણ ને આભા
ઘટનાઓ અનુભવો બદલતાં રહે પડછાયાં
ઘટન વિઘટન ને અવિરત ઘટમાળમાં વહાણાં
પસાર કરતો જીવ! ‘માં ક્યાં ચોક્કસ ચોકઠાં?
શરીર પછી પણ અન્નમય દેહનાં તાણાંવાણાં
અખંડગતિમાં ગતિમય સર્વે સુવ્યવસ્થિત એકધારાં...
આદ્યંત ફક્ત રૂપ પૂરતાં...
પ્રભો...
મે ૨૦૨૦
Flower Name: Averrhoa carambola
Carambola tree, Starfruit
Significance: TEAM-WORK
Organised Team-Work
Each in his place and all together.
No comments:
Post a Comment