Sunday, 24 May 2020

ભાવોથી ભરાતો રહેલ ...



આત્માએ ધર્યો લખલૂટ શીખ પાઠ
ભાવોથી ભરાતો રહેલ મબલખ સાર

દર ભવે થતાં જમા વિવિધ તંતુતાર
અનુભવો ને શાણપણનો ઢગલો અપાર

જીવન પરત્વે ને વળી જીવન પશ્યાત
દર વિષય જ્ઞાનનું ભંડોળ હાજર તૈયાર

ફક્ત જરૂરી એટલું કે પહોંચવું ત્યાં
પસાર કરવાં રહે મન પ્રાણ પ્રભાવ

ભીતરે નિશ્ચિત ને નિશ્ચિંત આત્માધાર
ધરે જીવનકમાન ને લઈ ચાલે જીવનાડ

મન મતિ પ્રાણ શીખે આત્માની રાહ
સમજણ ડહાપણ સત્ થકી ભારોભાર

આત્માનિર્દેશકની હાજરી જ પર્યાપ્ત
બધું ગોઠવાતું બસ! એ જ માર્ગદર્શન ગ્રાહ...

પ્રભો...

મે ૨૦૨૦

Flower Name: Enterolobium saman
Rain tree, Saman, Monkey pod, Zamang
Significance: Wisdom
Can only be acquired through union with the Divine Consciousness.

No comments:

Post a Comment