હે મા ... આભાર મા ...
તું છે તો આ લટારે છું
પૃથ્વી પર ચારપાયે છું
ભવોભવને સરવાળે છું
ચરણરજ ને મથાળે છું...
તું છે તો આ કિનારે છું
શ્વાસજગતનાં હવાલે છું
અંતઃસ્થ સતનાં પનારે છું
સમર્પણને ઉપકારે છું ...
તું છે તો આ ગણિતે છું
ગણતર વિનાના આંકડે છું
ખુલ્લી ધરામાં જીવસ્વ છું
પંચમહાભૂતનાં માંડવે છું ...
તું છે તો અંબર અંબારે છું
ખોળો તારો ને સૃષ્ટિધારક છું
આ વ્યક્તિ થકી ઊપાસક છું
ખૂણેખાંચરે ભગવતી સ્ફુટ છું ...
આભારી સદા તારી ...
જય હો!
સાદર...
- મોરલી પંડ્યા
ફેબ્રુઆરી, ૨૦૧૮
આ અંદર કોણ જીવે છે?
પરભવનું ભાથું પીએ છે
સંચિત જોગને લહીયે છે.
શરીર અશરીરી સંગે છે.
... આ અંદર કોણ જીવે છે?...
પરભવનું ભાથું પીએ છે
સંચિત જોગને લહીયે છે.
શરીર અશરીરી સંગે છે.
... આ અંદર કોણ જીવે છે?...
અંતર આટલું ઊંડે છે.
ખાઈ નહીં ત્યાં દરિયો છે.
આભથી વધું ઊંચે છે.
એ વિશ્વ એ પછી ખૂલે છે.
... આ અંદર કોણ જીવે છે?...
ખાઈ નહીં ત્યાં દરિયો છે.
આભથી વધું ઊંચે છે.
એ વિશ્વ એ પછી ખૂલે છે.
... આ અંદર કોણ જીવે છે?...
યોગ જોગ બંધબેસતો છે.
અરસપરસ ઘટતો છે.
મૂક પ્રેક્ષક, મસ્ત માણે છે.
યોગીએ પકડી વાટ છે.
... આ અંદર કોણ જીવે છે?...
અરસપરસ ઘટતો છે.
મૂક પ્રેક્ષક, મસ્ત માણે છે.
યોગીએ પકડી વાટ છે.
... આ અંદર કોણ જીવે છે?...
સમસ્ત, અસ્ત બન્ને છે.
સમજ - અમલની રાહે છે.
હરિ નાડ પકડી ચાલે છે.
'મોરલી' આતમ દરિયે મહાલે છે.
... આ અંદર કોણ જીવે છે?...
સમજ - અમલની રાહે છે.
હરિ નાડ પકડી ચાલે છે.
'મોરલી' આતમ દરિયે મહાલે છે.
... આ અંદર કોણ જીવે છે?...
* ઓગસ્ટ, ૨૦૧૬
ઝીલું છું ને એ જ છું
ભેદરેખાની પેલે પાર છું.
ક્રિયા છું કે પ્રમાણ છું
એ ચેતનાની લહાણ છું.
ભેદરેખાની પેલે પાર છું.
ક્રિયા છું કે પ્રમાણ છું
એ ચેતનાની લહાણ છું.
હદ પાર ને આરપાર છું.
તફાવતને ઓગાળ છું
અહીં જ છું ને આ જ છું
એ ચેતનાનું ઊઘાડ છું.
તફાવતને ઓગાળ છું
અહીં જ છું ને આ જ છું
એ ચેતનાનું ઊઘાડ છું.
સ્થિર છું ને સ્થાયી છું.
આવાગમનને પડકાર છું.
જડેલ છું કે વહેણ છું?
એ ચેતનાનું સમાસ છું.
આવાગમનને પડકાર છું.
જડેલ છું કે વહેણ છું?
એ ચેતનાનું સમાસ છું.
ગ્રાહ્ય છું ને વાહક છું.
સંગ્રહનો થડકાર છું.
શેષ છું 'મોરલી' ને વિશેષ છું
એ ચેતનાનો ફેલાવ છું.
સંગ્રહનો થડકાર છું.
શેષ છું 'મોરલી' ને વિશેષ છું
એ ચેતનાનો ફેલાવ છું.
* જૂલાઈ, ૨૦૧૬
નથી કોઈ જદ્દોજહેદ
એ અંદર સ્થાયી બેઠું છે,
સ્વરૂપ આખું સત્યસભર
એ સ્તરે જઈ બેઠું છે.
એ અંદર સ્થાયી બેઠું છે,
સ્વરૂપ આખું સત્યસભર
એ સ્તરે જઈ બેઠું છે.
બિંબ બની મધ્યે તરલ
એ જીવંત થઈ બેઠું છે,
નશ્વર ઊઠે ને સ્પર્શ ફકત
એ શૂન્ય કરવા બેઠું છે.
એ જીવંત થઈ બેઠું છે,
નશ્વર ઊઠે ને સ્પર્શ ફકત
એ શૂન્ય કરવા બેઠું છે.
સંનિધિમય સજગ સતત
એ સ્ત્રોત થઈ બેઠું છે,
નીંદર, નિશ્રા કે તરબતર
એ સત્ સક્રિય બેઠું છે.
એ સ્ત્રોત થઈ બેઠું છે,
નીંદર, નિશ્રા કે તરબતર
એ સત્ સક્રિય બેઠું છે.
અહો! આ તમામ પળો જીવન
એ સહ - સમગ્ર બેઠું છે,
'મોરલી', એકએક સંગે શ્વાસ
એ સજીવ બની બેઠું છે.
એ સહ - સમગ્ર બેઠું છે,
'મોરલી', એકએક સંગે શ્વાસ
એ સજીવ બની બેઠું છે.
* જુલાઈ, ૨૦૧૬
ફરીયાદ નથી કોઈ તાક નથી,
હરતું ફરતું રમતું છે.
આ જીવન તારે ચરણે ધરી,
બસ! ખાલી અમસ્તુ શ્વસતું છે...
હરતું ફરતું રમતું છે.
આ જીવન તારે ચરણે ધરી,
બસ! ખાલી અમસ્તુ શ્વસતું છે...
ન ગૂંથવું કંઈ ન વાળવું કંઈ,
પોત મલમલી લીસું છે.
આ જીવન તારે ખોળે કરી,
બસ! પાલવમાં લપેટાયેલ શિશું છે...
પોત મલમલી લીસું છે.
આ જીવન તારે ખોળે કરી,
બસ! પાલવમાં લપેટાયેલ શિશું છે...
અવશેષ નથી કંઈ શેષ નથી,
અત્ર તત્ર સર્વત્ર છે.
આ જીવન તારે તેજે ભળી,
બસ! ભાનુ કિરણમાં ઊગતું છે...
અત્ર તત્ર સર્વત્ર છે.
આ જીવન તારે તેજે ભળી,
બસ! ભાનુ કિરણમાં ઊગતું છે...
તેં, ભરપૂર ભરી, અણુ કણુ દિપ્તી,
ચૈત્યતત્વ જ સર્વસ્વ છે.
‘મોરલી’ જીવન, તારે ઊંબરે ઝૂકી,
બસ! પ્રેમ ઓઢતું, ખીલતું છે...
બસ! પ્રેમ ઓઢતું, ખીલતું છે...
* ફેબ્રુઆરી ૨૧, ૨૦૧૫
Flower Name: Lupinus
Garden lupine, Lupine
Garden lupine, Lupine
Significance: Stages to the Supreme
We will go through as many stages as necessary, but we will arrive.
We will go through as many stages as necessary, but we will arrive.