કણ તો સમસ્ત છે
પ્રદેશ દેશ વિદેશ જે તે!
પ્રભુ સામ્રાજ્ય સમગ્ર છે...
શ્વસન તો જીવંત છે
મન મતિ પ્રાણ ગમે તે!
દેહ અવધિ પ્રભુદત્ત છે...
પ્રવાહ તો પ્રભાવ છે
વિહાર વિચાર વિજ્ઞાન છોને!
પ્રભુનિષ્ઠ આધાર અગત્ય છે...
'આ' તો 'એ' છે
'અહીં' 'મહીં' 'નહીં' કે આ, તે!
પ્રભુ સર્વ સર્જન દોરીસંચાર છે...
જે પણ કંઈ દેખીતું છે એની પાછળ કોઈ શક્તિ છે...આધાર છે...
સર્વ પ્રભુની રચના છે અને સર્વ સમાન છે.
વિભાજન અને વર્ગીકરણ મનુષ્યે અપનાવેલ મનોગતિ છે. કારણ એ પણ સમય અને સરવાળા - બાદબાકી સાથે બદલાય છે.
મનુષ્ય માટે ઘણી પ્રકૃતિદત્ સ્થિતિઓ તો સ્થિર છે. છતાં મનોપ્રકૃતિની ગતિમાં ઢળતી વધતી ઘટતી ચાલે છે. અને એટલે એ સ્વયંને યોગદાની માની શકે છે. શ્રદ્ધા સુધી લઈ જતી એ માન્યતાઓ પછી માન્યતા ન રહેતાં જૂનુન બની સાકાર થાય છે.
અંતે તો સર્વકંઈ સર્વેસર્વનો દોરીસંચાર છે...
જય હો પ્રભુ...
સાદર...
- મોરલી પંડ્યા
સાદર...
- મોરલી પંડ્યા
જાન્યુઆરી, ૨૦૧૮
Blessings are for the Will of the Lord to be done, with full force and power. So it is not necessary that there should always be a success. There might be a failure also, if such is the Will of the Lord. And the Will is for the progress, I mean the inner progress. So whatever will happen will be for the best. TM
Flower Name: Scabiosa atropurpurea
Mournful widow, Sweet scabius, Pincushion flower, Egyptian rose
Significance: Blessings on the Material WorldMournful widow, Sweet scabius, Pincushion flower, Egyptian rose
Pure and innumerable, manifesting themselves infinitely.
Puissant and innumerable, they answer all needs.
No comments:
Post a Comment