Sunday, 16 September 2018

સદૈવ પિપાસુ... ચાતક ભાવ ...


સ્ફૂરણાને જોઈએ નીરવ આધાર 
ગ્રહણશીલ ખુલ્લો ચાતક ભાવ
સદૈવ પિપાસુ. સંગઠિત, એકધાર 
ઉત્સુક. નમનીય એકનિષ્ઠ ધૈર્યવાન.

અવતરણ હો શબ્દ ચિત્ર કે છાપ
સ્ફૂરણા ધરે અભિવ્યક્તિ હજાર.
પસંદગી યોગ્ય ફક્ત યોગ્ય પાત્ર.
તૈયારી કરાવે છે પ્રભુ સાક્ષાત.

આ એ નથી - જે મનપ્રદેશની પેદાશ, 
એ તો આખો સ્થૂળ મન-મતિ ભાગ.
નથી હોતો સુષુપ્તમનથી મનનો સંવાદ
ને થકી ખેંચાતો જબરજસ્તીનો અહંકાર.

નથી - શંકા જગતમાંથી નીકળતાં જવાબ,
કે ઇન્દ્રિયોવત સંગ્રહનો છૂપો  ભંડાર, 
રટણ પ્રતાપ કે અદલાબદલીનો પ્રાણ,
પ્રશ્નપ્રથા થકી કે વ્યથા વ્યથિત - ઉદ્ગાર.

છે, સમુચ્ચય સત્યપ્રદેશનો સાક્ષાત્કાર.
આધારે ધર્યો હોય છે એ ગંતવ્ય પ્રવાસ.
દિવ્યશક્તિ વરસાવે કૃપા વરસાદ
પરિણામે અવતરે સત્ય સ્ફૂરણ અમીછાંટ.

પ્રભુ...તવ ચરણે તમ પ્રભાવ...

સદૈવ આભારી.

'મોરલી'
સપ્ટેમ્બર, ૨૦૧૮

No comments:

Post a Comment