માળખું અલાયદું દઈને તું ક્યાં અલગ થયો પ્રભુ,
આમ નોખો માણસ ઘડીને તું ક્યાંથી જુદો થયો પ્રભુ?
તવ ઘડ્યાં કોષે કણે, આ ઘડતર મઢાયાં છે પ્રભુ,
એને અટૂલા દેહમાં મૂકી તું ક્યાંથી જુદો થયો પ્રભુ?
તવ મૂક્યાં મૂળે રેષે, આ જીવતર પાંગરે છે પ્રભુ,
એને લીલાશે સીંચવી તું ક્યાંથી જુદો થયો પ્રભુ?
તવ ચીંધ્યા કેડી, નહેરે આ રસાલો વણથંભ્યો છે પ્રભુ,
એમાં સારથીસ્થાન ધરી તું ક્યાંથી જુદો થયો પ્રભુ?
તવ રોપ્યાં તંતુ તાંતણે, નિરંતર સર્જાય છે પ્રભુ
એ પ્રતાપ અવતરણનો, તો તું ક્યાંથી જુદો થયો પ્રભુ?
આપણે અન્યોન્ય અને અખંડ...
પ્રણામ પ્રભુ...
'મોરલી'
સપ્ટેમ્બર, ૨૦૧૮
That is always the fundamental significance, — the essential perception of the essential Presence supporting everything else. SA
It is the Divine Presence that gives value to life. This Presence is the source of all peace, all joy, all security. TM
Flower Name: Rhoeo spathacea
Oyster plant, Boat lily, Cradle lily, Moses in his cradle
Significance: Divine Presence
It hides from the ignorant eye its ever-present magnificence!
No comments:
Post a Comment