Wednesday, 5 September 2018

તવ ચહેરો ભાળું!


આ વિશ્વ છે કે દર્પણ તારું!
નશ્વર ઇશ્વર સમગ્રે સઘળું 
સર્વ પૂંઠે તવ ચહેરો ભાળું!

આ અદકેરું છે દર્પણ તારું!
ઘાટ જાત ભાત રાગ હેતુ 
સર્વ મધ્યે તવ સ્મિત ભાળું!

આ વૃદ્ધિ સમૃદ્ધ દર્પણ તારું!
વળાંક, ઢોળાવ, વિભાગ - ઘણું 
સર્વ અંતે તવ સોહાર્દ ભાળું!

આ 'સમ' સંસ્કારતું દર્પણ તારું!
ગુણ, મનસ, ભવોતીત પરે શું!
સર્વ શિખરે તવ સમત્વ ભાળું!

આ વિશ્વ છે કે દર્પણ તારું!
સર્વ પૂંઠે તવ ચહેરો ભાળું!

પ્રભુકૃપા અનંત... 
અવિરત... અપરંપાર...

'મોરલી'
સપ્ટેમ્બર, ૨૦૧૮

Flower Name: Ceiba pentandra
Kapok, White silk-cotton tree
Significance: Enterprises
Material Enterprises
Many projects, many attempts, many constructions.

No comments:

Post a Comment