Wednesday, 22 May 2019

ભીતિ મૂકી આવકારી રહે...


આ કંઈક વિશેષ...શું ?

આ, નવીન લયસ્તરોનું સ્થાપન છે,
અકલ્પ્ય ઉદ્-ઘાટિત આરંભ છે.
વીતી વિગતનું ક્યાં પ્રસ્થાપન છે? 
આ તો સર્વાંગ સમેટતો ભાવોદય છે.

આ, એક નહીં અનેકવિધ છે,
સહસ્ત્રાર દિશાએથી સહસ્ત્રદિપ્ત છે.
ગતગતિ ક્યાં દિશાદીપ છે? 
આ તો નવેસરથી અજોડ ઐક્યાવૃત છે.

તો હવે, ભીતિ મૂકી આવકારી રહે,
સમ્મિલીકરણે સ્થિતિસ્થાપક રહે,
પરિવર્તનને સ્થિતપ્રજ્ઞ સાથ દે,
ને પૃથ્વીને એ થકી નવ અવતાર દે...

આ તો પ્રભુકૃપા અવતરણનો પ્રભાવ છે...

જય હો પ્રભુ...

મે ૨૦૧

Flower Name: Antigonon leptopus
Coral vine, Confederate vine, Mexican creeper, Chain of love
Significance: Integral Harmony
Harmony between things, harmony between persons, harmony of circumstances and, above all, harmony of aspirations — all leading towards the Supreme Truth.

No comments:

Post a Comment