Sunday, 26 May 2019

જુઓ! આ ઘટતી ઘડી!


જુઓ! આ જ ઘડીમાં, અહીંથી
જીવનની આ ઘટતી ઘડી!
ન તંતુ તણી કે કોઈ તંત ભણી
બસ! સ્વતંત્ર અણનમ વહી...

એ શાણ, સાન ઘડીની ઘડી ઘડી
વહેતાં સમયમાં સ્થિર ટકવવી 
ક્રિયાશીલ એવાં સાક્ષી બની 
બસ! કર્તા થઈનેય નિરખવી રહી...

નથી રહેતી ફક્ત ઘડિયાળ ઘૂમતી
રાત કે દિવસ કે ક્રમવાર ગણતરી
અડધો, પા કે કલાકમાં ફર્યા કરતી
પણ માપ વગર જીવે એવી ઘણી...

ઘડીમાં ખૂંપીને બસ! ઓઢ ઘડી
જે પીરસે તેની મસ્તમોજ ભલી.

ધન્ય ઘડીને ધન્યવાદ અહીંથી...

મે ૨૦૧

Flower Name: Ocimum basilicum
Common basil, Sweet basil
Significance: Joy of Union with the Divine
Abundantly scented, it fills the heart with joy.

No comments:

Post a Comment