Monday, 6 May 2019

શ્રી ભાગવત ચેતના ...


હવે તો ભાગવતચેતના જ ઉદ્-ભવો! 
એકોએક અભિવ્યક્ત નિકાસ માર્ગો,
આ અસ્તિત્વનાં દોમદોમ છલકો...

હવે તો ભાગવતચેતના જ ઉદ્-ગમ હો!
એકોએક ગઠન મૂળ સ્ત્રોત તણાં
આ અસ્તિત્વ સમૂળેથી નિતાંત પ્રકાશો...

હવે તો ભાગવતચેતના જ પ્રસ્થાપો!
એકોએક ખૂણેખાંચરેથી અનંતો ભણી
આ અસ્તિત્વ દક્ષતા થકી ચોમેર પ્રસરો...

હવે તો ભાગવતચેતના જ અખંડ હો!
એકોએક વ્યવહાર, વિનિમય મધ્યે
આ અસ્તિત્વ માધ્યમે અચલ પ્રવર્તો...

શ્રી ભાગવત ચેતના...જય હો!

મે ૨૦૧


Flower Name: Celosia argentea (Cristata)
Common cockscomb
Significance: Spontaneous Boldness
One of the results of perfect trust in the Divine

No comments:

Post a Comment